SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ કનૈયાલાલ સુનશી [ ૧૯૩ ગુજરાતના જ્યાતિર્ધરો' અને ‘નરસિ’હયુગના કવિઓ’(૧૯૬૨)ને ચરિત્રા નહિ પણ ઇતિહાસની – સાહિત્યના ઇતિહાસની સામગ્રી થઈ શકે તેવાં નેધા-ટાંચણા ગણવાં ઉચિત લેખાય. પરંતુ નરસૈ ંયા ભક્ત હરિનેા' (૧૯૩૩) અને ‘નર્મદ - અર્વાચીનામાં આદ્ય' (૧૯૩૯) બન્ને ચરિત્રાત્મક કૃતિ છે. ચરિત્રલેખક માટે આવશ્યક એવુ નિરૂપ્યમાણુ ચરિત્રનાયક માટેનુ આકણુ, તેને વિશેની સામગ્રી પ્રાપ્ત કરવાનેા અને તેને ચેસ દષ્ટિબિંદુથી રજૂ કરવાના પ્રયત્ન વગેર લક્ષણા આ કૃતિમાં પણ છે જ. પરંતુ આ કૃતિમાં સંશાધનાત્મક હકીકતનિરૂપણુ કે ચરિત્રવનને ખલે ચરિત્રસામગ્રીના વિનિયેાગમાંથી ચરિત્રનાયકનું વ્યક્તિત્વ લેખકે ઓળખેલુ -કપેલું વ્યક્તિત્વ પ્રગટ કરવાને પ્રયત્ન વધુ મહત્ત્વના બની રહે છે, અને લેખકની વાર્તાનુરૂપ રસપ્રધાન સર્જનાત્મક શૈલી તેમાં કામયાબ નીવડે છે; પરિણામે બંને ચરત્રા કેવળ શુષ્ક જીવનકથાઓને બદલે જીવંત વાર્તાઓ સમાં બની રહે છે. હકીકતાની ઊણપેા રસપ્રધાન રંગદર્શી શૈલી ઢાંકે છે, અને આપણને સર્જનાત્મક ચરિત્રાલેખનના એ સુંદર નમૂના પ્રાપ્ત થાય છે. પ્ર. ૪] વિવેચનાદિ નિષધસાહિત્ય : ‘કેટલાક લેખે ' (૧૯૨૬), ઘેાડાંક રસદર્શના' (૧૯૩૩) અને ‘ગુજરાતની અસ્મિતા' (૧૯૩૯)માં તેમના નિબ ંધે સંગ્રહાયા છે. ‘આત્મશિલ્પની દેળવણી'માં એમના કેળવણીવિષયક લેખે અને કેટલાંક ચરિત્રાંકને છે. મુનશી સારા નિબંધકાર છે પણ તેમાં પણ તેમની શૈલી વાગ્મિતાપ્રધાન અને બહુધા ઉદ્દેાધનાત્મક જ રહે છે. ‘આદિવચને’-૧ (૧૯૩૩) અને ૨ (૧૯૪૧)માંના ઘણાખરા ‘લેખા' ઉદ્દેાધના જ છે, પરંતુ જ્યાં સ્પષ્ટ ઉત્ખાધન અને વ્યાખ્યાનસ્વરૂપ ન હેાય ત્યાં પણ મુનશીની શૈલીમાં ઉદ્ધેાધનાત્મક રીતિ, તદનુરૂપ વાગ્મિતા અને વાણીલયાદિ તત્ત્વ ઉમેરાયેલાં જ હેાય છે. આથી હકીકતા-મુદ્દાઓ-વિચાર-ત વગેરે ગૌણુ બની વાણી દ્વારા ઊભા થતા આયોગના વાતાવરણમાં એગળી જાય છે. મુનશીનુ ં કથયતવ્ય વસ્તુ કરતાં વાણી-‘અભિવ્યક્તિ’ દ્વારા વધુ પ્રગટ થાય છે. રામૅન્ટિક શૈલીની એ લાક્ષણિકતા છે. આને પરિણામે, મુનશીએ તેમના નિબંધાદિમાં રજૂ કરેલી આર્યાવર્ત અને ગુજરાતી અસ્મિતાની ભાવનાએ, પ્રેમભક્તિ અને સ્વતંત્રતાનાં મૂલ્યા, આપણાં ઐતિહાસિક ભવ્યતા અને ગૌરવનાં ચિત્રા, એટલું જ નહિ પણ પ્રણાલિકાભગની બંડખારવૃત્તિ અને સમાજપરિવર્તનને ક્રાન્તિકારક જુસ્સા — એ બધાં તત્ત્વા પ્રથમ વાયને આંજી નાખે એવાં અસરકારક નીવડે છે; વાચકને ભાવના અને ભાવુકતાના, ‘ભવ્યતા' અને ગૌરવ'ના, પ્રચંડતા', ‘પ્રભાવકતા' અને ‘પ્રણાલિકાભ’જકતા'ના વ્યામવિહારી - ગુ. સા. ૧૩
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy