SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ‘૧૭૨] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ચં. ૪ જન નિપાવ્યું છે. આમ તે વાર્તા છે ભીમદેવની, પણ રસનું કેન્દ્ર તો છે ભક્તિભાવધેલી સ્વપ્નશીલ મુગ્ધયૌવના ચૌલા. એની નિર્દોષ મુગ્ધતા, અકલંક ચારુતા અને ભાવસભર સ્વનદશિતા, આ અન્યથા “યુદ્ધસ્ય કથાને માર્દવ, માધુર્ય અને ભાવનામયતાથી ભરી દે છે. એની શિવઘેલછા, પાર્થિવતાની કઠણ ભૂમિમાં અપાર્થિવતાની મનોહર છાયા પ્રસરાવે છે. પણ સૌથી વધુ તે, સોમનાથના વંસ પછી, ઉત્તરાર્ધમાં નિરૂપિત ભાવનાભગ્ન ભાવશૂન્ય એવી એ નિશ્ચંન્ત નારીની, એના ભગવાનની પુનઃસ્થાપનાના મુહૂર્તની રાહ જોતો, અને એમ આત્મવિલોપનની અંતિમ ક્ષણની પ્રતીક્ષા કરતી કરુણમૂર્તિનું આલેખન આ નવલકથાને અંતે જે ઘેરા વિષાદને અનુભવ કરાવે છે તે કદાચ આ નવલકથામાં -મુનશીની કલાનું સર્વોચ્ચ સર્જન છે. મુનશીએ “વેરની વસૂલાત'માં તનમનનું અને “પાટણની પ્રભુતા'માં હંસાનું મૃત્યુ આલેખ્યાં છે. કલાદષ્ટિએ પ્રશંસનીય ગણાય એવું, “ગુજરાતનો નાથ'માં મંજરીના મૃત્યુનું આલેખન થયું છે. સતી થતી રાણકનું ચિત્ર તો સામાન્ય માનુષી સંવેદનાથી પર થઈ અદ્ભુતમાં પરિણમે છે. પરંતુ ચૌલાના અંતિમ સમર્પણના દશ્યની ગંભીર કરુણતાનું આલેખન અસાધારણ અનુભવનું કારણ નીવડે છે. એની વિશેષતા તે એ છે કે એ દશ્યની કરુણતા ચૌલાના મૃત્યુમાં નથી, મૃત્યુમાં તો એક દીર્ધ કરુણતાની મૂગી નિગૂઢ વેદનાની પૂર્ણાહુતિ છે. કરુણતા તો છે સોમનાથના દર્વસથી સ્વનભગ્ન, અને ભીમદેવમાં દીઠેલા દેવાંશી વ્યક્તિત્વની ભ્રાન્તિના નિરસનથી હત€દય ચૌલાની મૂક મને વેદનામાં. સોમનાથના વંસ કરતાં આ વંસ અધક કરુણ છે, સોમનાથના મહાલયના ખંડેર કરતાં આ ખંડેર વધુ વ્યથા ઉપજાવે તેવું છે, ને ભાવનાભગ્ન આ મૂતિ સાથે, એવા જ સર્વસ્વશન્ય ને વીરત્વના પ્રેત સમા સામંતને અવ્યક્ત સ્નેહપૂર્ણ સથવારો એ કરુણતાને અધિક ઘૂંટે છે, ઘેરી બનાવે છે. એકમેકને આધારે જીવતાં શ્રદ્ધા અને શૌર્યનાં આ ખંડેરેનું આલેખન મુનશીની સર્જનપ્રતિભાનાં ઉત્તમ નિર્માણ છે. તે આ કથાને, શિવને ખોળે શમી જતી ચૌલા અને દિશાવિહીન વિશ્વની અનંતતામાં અાણ ઓગળી જત સામંત .... એ ચિત્ર કરતાં બીજે કયો ઉચિત અંત હોઈ શકે ?.... મુનશીએ આ પિતાની લગભગ બધી જ નવલકથાઓમાં મુખ્યત્વે વ્યક્તિવિશેના પ્રભાવસંઘષી આલેખ્યા છે. તેના કેન્દ્રમાં રહેલ પ્રભાવાકાંક્ષાથી આ કથાઓ મહદંશે વ્યક્તિઓની કથાઓ બની રહે છે. વ્યાપક સામાજિક પરિવેષ, સાંસ્કૃતિક સંદર્ભ વગેરેને તેમાં ઝાઝે અવકાશ હેતું નથી. માત્ર “ભગવાન કૌટિલ્ય'માં તત્કાલીન સાંસ્કૃતિક સંદર્ભને કંઈક સૂચવવા પ્રયત્ન થયો છે, પણ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy