SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪] કનૈયાલાલ મુનશી [ ૧૭૧. બ્રાહ્મણશી, આર્ય-વચ્છેદક નંદેના ઉમૂલન અને ચંદ્રગુપ્ત મૌર્યની રાજપ્રતિષ્ઠા માટે રાજ્યપરિવર્તનના ભગવાન કૌટિલ્ય – એટલે કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યના પ્રચંડ ઉદ્યમનો પ્રથમાધ્યાય આ નવલકથામાં નિરૂપાયે છે.. “મુદ્રારાક્ષસ જેવી કૃતિઓ દ્વારા લેકપરિચિત, અર્થશાસ્ત્રના રચયિતા મુત્સદ્દી અને મહર્ષિ કૌટિલ્યની જે વ્યક્તિત્વમુદ્રા તે જ આ નવલકથામાં પણ પ્રભાવ કેન્દ્ર છે. વસ્તુ તેમ જ તદનુસાર નિરૂપણરીતિની દષ્ટિએ આ નવલકથા સ્પષ્ટ. રીતે પૂર્વાધ અને ઉત્તરાર્ધમાં વહેંચાઈ ગઈ છે. પૂર્વાર્ધમાં નંદ દ્વારા અપમાનિત આચાર્ય વિષ્ણુગુપ્તની, પાટલિપુત્રને ખળભળાવતી રાજ્યક્રાન્તિલક્ષી પ્રવૃત્તિઓ પ્રધાન છે, તે ઉત્તરાર્ધમાં પુરાણપરિચિત નૈમિષારણ્યનું વાતાવરણ અને ભગવાન વેદ વ્યાસના પુણ્યપ્રભાવથી પ્રેરિત પૌરાણિક ઋષિ-સંસ્કૃતિનું નિરૂપણ મહત્ત્વ ધરાવે છે. આ વસ્તુફેરને કારણે જ નવલકથાના પૂર્વાર્ધમાં ચિત્રાત્મક, ઘટનાપ્રધાન અને નાટયાત્મક રીતિનું નિરૂપણ વિશેષ છે તે ઉત્તરાર્ધમાં વર્ણનપ્રધાન રીતિને વધુ ઉપયોગ જણાય છે. | મુખ્ય વસ્તુના વિકાસની દૃષ્ટિએ અવલોકતાં, આ નવલકથા દરમ્યાન, નંદેની સામે વાતાવરણ ખળભળવા લાગે છે અને ચંદ્રગુપ્ત કેદમાંથી નાસે છે. એટલું જ સિદ્ધ થાય છે, અને કૌટિલ્યના વ્યક્તિત્વ અને પ્રભાવનું પ્રાગટય અને તેને પરિચય જ મહત્ત્વનાં બની રહે છે. આથી, આ વસ્તુને લગતા એતિહાસિક પ્રકરણની અપેક્ષાએ ચંદ્રગુપ્તની રાજપ્રાપ્તિ વગેરે તે હજી બાકી જ રહે છે. એટલે સમગ્ર નવલકથા સર્વથા આસ્વાદ્ય એવો સ્વતંત્ર એકમ બની રહે તેવી કૃતિ હોવા છતાં, સોલંકીગાથાની જેમ કૌટિલ્યકથા એક નવલણને જાણે પૂર્વરંગ જ હોય તેમ અન્ય અનુગામી નવલકથાઓની અપેક્ષા જન્માવે છે, અને મુનશીએ પોતે જ કહ્યું છે તેમ તેમની પણ યોજના તે એવી જ છે. પણ, એ. જના સાકાર થઈ નથી અને કથાશ્રેણીની આપણી અપેક્ષા અપૂર્ણ જ રહી છે તે હકીકત છે. આ નવલકથા પછી લગભગ દોઢ દાયકા સુધી, મુનશીએ અન્ય. ઐતિહાસિક નવલકથા આપી નથી. તે દષ્ટિએ “ભગવાન કૌટિલ્ય' એક દીર્ધવિરામ બની જાય છે. ૧૯૪૦માં ફરીથી મુનશી એતિહાસિક કથા માંડે છે ને ફરીથી સોલંકી-યુગને સંકરે છે – આ વખતે જયસિંહ-કથાનીય પૂર્વના પ્રકરણને જય સેમિનાથ'માં. જય સોમનાથ : જય સોમનાથને ઘેરે, સંરક્ષણ અને વિધ્વંસની. આ કથાને ભીમ બાણાવળી અને સ્વપ્નશીલ દેવનર્તકી ચીલાની પ્રેમકથા સાથે. વણીને, તથા ઘોઘાબાપાનું કથાનક, સજજન સામંતનાં પરાક્રમો, ત્રિપુરસુંદરીની. પૂજા અને શિવરાશીની પ્રવૃત્તિઓ વગેરેથી પુષ્ટ કરીને મુનશીએ સંકુલ થાસંયે--
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy