SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪]. કનૈયાલાલ મુનશી [ ૧૬૭ વિવિધ પ્રેમસંબંધની સ્નેહકથા વણાય છે. આગ, ધર્મઝનૂન, ઘોડદોડ, ખટપટરહની સામગ્રી કુતૂહલપ્રેરક અતિરંજનને સંભાર પૂરો પાડે છે. | "ગુજરાતને નાથમાં આ જ કથા, થોડોક ગાળા ઓળંગીને, આગળ વધે છે. વડીલેના વણછામાં અકળાવા માંડેલા યુવાન જયસિંહ અહીં સ્વતંત્ર થવા મથતા જણાય છે, તે મુંજાલની રાહબરી નીચે ગુજરાતનું રાજય સંગઠિત થતું જણાય છે. પાટણની રાજકથાની દષ્ટિએ આ નવલકથાની મુખ્ય ઘટનાઓ બે – પાટણ પર ચઢી આવેલા અવંતીના સેનાપતિ ઉબક સાથે સંજોગવશાત સંધિ, અને પાટણની ભિડાયેલી સ્થિતિને લાગ લઈ ભીંસ દેવા માગતા સરઠના રા' નવઘણને પરાજ્ય. પરંતુ, વાર્તારસદષ્ટિએ એ સમગ્ર રાજકથાને ગૌણ બનાવે તેવી તે, એ રાજકથાને જ અનુષંગે ઉપસ્થિત થતી અન્ય ઘટનાઓ છે. ઉબક સાથે આવેલ યુવાન યોદ્ધો કીતિ દેવ, નવઘણને ગુપ્તચર તરીકે “કૃષ્ણદેવને નામે આવેલ તેને કુંવર ખેંગાર, અને ત્રિભુવનપાળે લાટથી મોકલેલ સૈનિક કાકભટ્ટ આ ઘટનાવર્તુળાના કેન્દ્રો છે. રાજદ્વારી ઘટના સાથેના સંબંધે, તેમ જ પ્રત્યેકની અંગત કથાઓનાં આગવાં કૂંડાળાંને કારણે, આ સૌની પરસ્પર સંબંધોની રચાતી સંકુલ જળ એ જ આ કથાને મુખ્ય વિસ્તાર બની રહે છે. રાજાધિરાજમાં, કથા ઉત્કટ બિંદુએથી હવે પરિણામ તરફ ઊતરતી ગતિ કરતી જણાય છે. ગુજરાતને નાથ” અને “રાજાધિરાજ'ના કથાપ્રસંગને સમયગાળો વધારે છે. રચનાની દૃષ્ટિએ પણ, “પાટણની પ્રભુતા” અને “ગુજરાતને નાથ” લગભગ સતત પ્રવાહે રચાયાં છે. જ્યારે “રાજાધિરાજ ” તે પછી કંઈક ગાળા વીત્યે રચાય છે અને વરચે અન્ય કૃતિઓ પણ રચાય છે. રાજાધિરાજ' કથાનાં પાત્ર તેમ જ પ્રવાહ પ્રૌઢ થાય છે. જયસિંહદેવ સેરઠ જીતવા અને રાણકને પાછી મેળવવા સેરઠના રા' ખેંગાર પર ચડાઈ કરે છે, એ પ્રસંગે એક પાસ જયસિંહદેવને તે બીજી પાસ ખેંગારના રહસ્યમય આમંત્રણથી ભગુકચ્છને દુર્ગપાલ કાક સોરઠ તરફ જવા નીકળે છે ત્યાંથી કથાને આરંભ થાય છે. સેરઠવિજય એ મુખ્ય વસ્તુ છે, તો કાકની ગેરહાજરીમાં ભગુકચ્છમાં ઊઠતું, લાટને સ્વતંત્ર કરવા માગતા રેવાપાલનું બંડ એ વસ્તુનું બીજુ કેન્દ્ર છે. બે કેન્દ્રોમાં વહેંચાયેલી કથામાં પથરાટ, વર્ણનાત્મકતા અને કથનપ્રાધાન્ય વધ્યું છે, નાટયાત્મક પ્રસંગો ઘટે છે, પ્રસંગવશાત નિરૂપણરીતિ બદલાઈ જણાય છે. કથાત્રયીને સમગ્રરૂપે જેવા જતાં, પ્રથમમાં આરંભનાં ઉત્સાહ અને બિનઅનુભવી અધીરતા, બીજામાં મધ્યની ઉત્કટતા અને આવેગના ઉછાળા અને
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy