SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [. ૪ અને સનસનાટીભર્યા આલેખનને શોખ, પ્રબંધશૈથિલ્ય, કૌતુકરાગી ભૂમિકા પર અર્વાચીનતા સાથેના અનુબંધવાળી વાસ્તવિકતાને મેળ કરવા પ્રયત્ન, નાટ્યાત્મક ક્રિયા-પ્રાધાન્ય વ. વ. પ્રત્યક્ષ થતી જણાય છે. “સ્વપ્નદ્રષ્ટ.’ અને ‘તપસ્વિની' તે તેમની સફળ અતિહાસિક નવલકથાઓ પછી રચાયેલી છે. આમ છતાં એતિહાસિક નવલકથાઓમાં મુનશીની જે છટા વરતાય છે તે તેમની સામાજિક નવલકથાઓમાં નથી વરતાતી. આરંભની બે કૃતિઓ પછી, મુનશીએ એતિહાસિક નવલકથાલેખનમાં પડેલા ગાળાઓમાં જ બીજી બે સામાજિક નવલકથાઓ રચી અને પછી તપસ્વિની” પછીના દીર્ધ આયુષ્યકાળ દરમ્યાન એકેય નહિ, એ સૂચક છે. પ્રયોગ કરી જોયા પછી, શું છેડી દેવું તે મુનશો બરાબર સમજે છે. ઐતિહાસિક નવલકથાઓ સાહિત્યસર્જક તરીકે મુનશીની ખ્યાતિ મુખ્યત્વે નવલકથાકાર તરીકે અને વિશેષતઃ ઐતિહાસિક નવલકથાકાર તરીકે. તેમાંય વળી ‘પાટણની પ્રભુતા', ગુજરાતને નાથ” અને “રાજાધિરાજ' એ સોલંકી નવલત્રયી તે વિશેષ કીર્તિદા કૃતિઓ. આ ઉપરાંત “જય સેમિનાથ” તેમ જ “ભગ્નપાદુકા' પણ ગુજરાતના રાજપૂતયુગના ઈતિહાસની ઘટનાઓ પર જ આધારિત નવલે, તો “પૃથિવીવલ્લભ” અને “ભગવાન કૌટિલ્ય'માં માળવા અને મગધની ઘટનાઓનું નિરૂપણ છે. વસ્તુદષ્ટિએ, ગુજરાતના ઇતિહાસ પર આધારિત કથાઓ એક જૂથ બની રહે છે, અને તેમાં પણ પાટણની પ્રભુતા”, “ગુજરાતનો નાથ” અને “રાજાધિરાજ પૂર્વાપર વસ્તુ-સાતત્યને કારણે એક મહાકથા બની જાય છેકારણ કે “પાટણની પ્રભુતા'માં, જયસિહદેવના રાજ્યારોહણના પ્રસંગથી આરંભાતી કથા, “ગુજરાતનો નાથમાંના રાજ્યની સુદઢતાની પ્રવૃત્તિઓના આલેખન પછી, “રાજાધિરાજ'માં જયસિહદેવ સોરઠ અને લાટ પર પ્રભુત્વ મેળવી રાજ્યવિસ્તાર સાથે રાજાધિરાજપદ પામે છે ત્યાં પૂરી થાય છે. અને એ રીતે બીજક્ષેપથી કાર્યસિદ્ધિના કાર્યાલેખમાં ત્રણ સપાને રૂપે બરાબર ગોઠવાઈ જાય છે. પાત્રો, ઘટનાઓ વગેરેનાં પરસ્પર સંબંધ અને સાતત્ય અને કથાના પૂર્ણ રસાસ્વાદન માટે, ત્રણે નવલકથાઓ સ્વતંત્ર રીતે આસ્વાદ્ય છતાં – પૂર્વાપર એકમોના પરિચયની સાપેક્ષતા આ ત્રણે કૃતિઓને એક મહાકથા રૂપે સાંકળવામાં સહાયભૂત નીવડે છે. પાટણની પ્રભુતાથી આ સોલંકીગાથા બલકે જયદેવકથાને આરંભ થાય છે. રાજા કર્ણદેવના અવસાન વખતે, સગીર જયદેવના વાલીપણા દ્વાર સત્તાને દેર પિતાના હાથમાં લેવા માટેની વડેરાંઓની ખેંચતાણનું આમાં નિરૂપણ છે. એ સત્તાસંઘર્ષની કથા સાથે મીનળ-મુંજાલ, હંસા-દેવપ્રસાદ અને ત્રિભુવન-પ્રસન્નના
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy