SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ ખંડમાં ૮મા ખંડનાં ૧૩ પ્રકરણ સમાવિષ્ટઃ અંતિમ અને અપૂર્ણ કૃતિ ૧૯૬૩૧૯૭૪). સામાજિક નવલકથાઓ વેરની વસૂલાત’: મુનશીએ નવલકથાલેખનને આરંભ કર્યો સામાજિક નવલકથાથી. જગત અને તનમનની કરુણત સ્નેહકથાને રજવાડાના ખટપટી વાતાવરણની ભૂમિકા પર રજૂ કરતી એ વાર્તામાંના, જગત-તનમનની પ્રણોમિઓ અને અનંતાનંદની ભાવનાશીલતાના રંગદર્શી અને કૌતુકરાગી નિરૂપણે, તેની નવી ને આકર્ષક શૈલીથી તેના અજ્ઞાત લેખક “ઘનશ્યામને પ્રથમ પ્રયત્ન જ લોકપ્રિય વાર્તાલેખક બનાવી દીધા ! વસ્તુદષ્ટિએ, “સરસ્વતીચંદ્રને અનેક અંશે સાથે સરખાવી શકાય એવી આ નવલકથાએ ગુજરાતી વાચકની, “સરસ્વતીચંદ્ર-આદિથી ઘડાયેલી રુચિમાં પરિવર્તન આણ્યું – “સરસ્વતીચંદ્ર'ના પ્રભાવને પાતળા કર્યો. કેને વાંક માં રજવાડી વાતાવરણ અને તેને આનુષંગિક લક્ષણો દૂર થયાં. બંડાર સમાજલક્ષિતા આગળ પડતી થઈ રહી. મણિ અને મુચકુન્દની વ્યથા-વિટંબણા અને સમાજવિદ્રોહની આ વાત સમાજને વાસ્તવિક ચિત્રને ઉમદા સુધારાવાદી દષ્ટિબિંદુથી રજૂ કરતી, પૂરા અર્થમાં સામાજિક' બની રહી. “સ્વપ્નદ્રષ્ટામાં રાષ્ટ્રીયતાના ઊછળતા જુવાળમાં આદર્શઘેલા, અવાસ્તવિક સ્વપ્નમાં રાચતા અને અંતે વાસ્તવિકતાના કઠોર ભૌતિકસ્પશે નિશ્ચંત થતા યુવાન સુદર્શનની કથાના નિમિત્તે, આ સદીના પ્રથમ દશકની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અને વાતાવરણને, અને ખાસ કરીને, શ્રી અરવિંદ ૉષ, લેકમાન્ય ટિળક વગેરે મહાનુભાવોના પ્રભાવ નીચે આવેલા યુવાનોની મદશાને સુંદર ચિતાર રજૂ થયું છે. “સ્વપ્નદ્રષ્ટા'માંનું “ભારતીની આત્મકથા’નું પ્રકરણ અને તેમાં રજૂ થયેલ મહામાનવને આદર્શ તેમ જ પ્રા. કાપડિયા દ્વારા રજૂ થયેલ દષ્ટિબિંદુ, મુનશીની ભાવનાસૃષ્ટિ અને દૃષ્ટિબિંદુને સમજવાની દષ્ટિએ મહત્ત્વનાં ગણાય. તપસ્વિનીમાં “સ્વપ્નદ્રષ્ટા'નું, વરચે સહેજ ખંડિત એવું, અનુસંધાન છે. રવિ ત્રિપાઠી અને રાજબા તથા ઉદયન અને શીલાની બેવડી કથામાં, “સ્વપ્નદ્રષ્ટા'માં આલેખાયેલા સમય પછીના પંદરેક વર્ષના ગાળાને છોડીને, તે પછીના કાળની રાજદ્વારી પ્રવૃત્તિઓની ભૂમિકા આલેખાયેલી મળે છે. ઉદયન-રાજબાની રજવાડી ભૂમિકા, શીલા-રાધારમણનું કથળેલું દામ્પત્ય, ઉદયન-શીલાને સ્નેહગ, રવિની રાજકીય મહત્ત્વાકાંક્ષાપ્રેરિત પ્રવૃત્તિઓ અને રાજબાની વિલક્ષણ અલૌકિક શક્તિ, – પ્રત્યેકની વ્યક્તિગત ઉપરાંત વિવિધ સંબંધ-વર્તુળાની કથાનું આલેખન અને તે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy