SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪] કનૈયાલાલ સુનશી [૧૬૩ - - તત્કાલીન જીવન સાથેના અનુબંધ વગેરે તત્ત્વોએ તેમને તે કાળે — અને આજે પણ — અગ્રણી વાર્તાકારામાં સ્થાન અપાવ્યું છે. શામળશાહના વિવાહ’ જેવી તેમની કૃતિએ આપણા કાઈ પણ નવલિકાસ`ચયને શેાભાવી શકે. પણ, મુનશીએ–આ એક સંગ્રહ–એટલી જ નલિકાએ આપી. સંભવ છે કે, તે પછી, નવલકથાલેખનમાં તેમની પ્રતિભાને વધુ અનુકૂળ ક્ષેત્ર મળી ગયું, અથવા કદાચ, નવલિકાના સીમિત પવિસ્તાર, અને તેની કલાસ્વરૂપ તરીકે શિલ્પશિસ્તની અપેક્ષા, મુનશીની યદચ્છાવિહારી પ્રકૃતિને બહુ અનુકૂળ ન હતાં. તેમની કલ્પનાને વિશાળ પટ પર વિસ્તરવું ગમે. નવલકથા, બલકે નવલમાળાઓના સુવિશાળ ફલક પર તેમને તે મેાકળાશ સાંપડી. અપવિસ્તારી સાહિત્યસ્વરૂપેામાં અપેક્ષિત સુશ્લિષ્ટતા અને ઝીઝુવટભર્યું સ્વચ્છ શિલ્પ અવકાશવિહારી, કૌતુકપ્રિય અને પ્રસ્તારવાંચ્છુ પ્રતિભાને અનુકૂળ ન જ નીવડે. વિશાળતામાં જે શથિલ્ય અને સ્વરતા નિર્વાદ્ય ખને છે તે સંયમશીલ સીમામાં નભી ન શકે એ પારખી શકે તેટલા મુનશી વિચક્ષણ છે જ. શું જીવનમાં કે શું સાહિત્યમાં, સાંકડી સીમાઓમાં રમવુ* મુનશીને કદી રુચ્યું નથી; વેદકાળ પર્યન્તનેા વિસ્તાર પણ જેમની કલ્પનાને આળાટવા માટે આઝા પડે, તે અવિસ્તારને, આવડત છતાં, ન જ આવકારે. મુનશીએ, પછી, નવલકથાઓ લખી—ને વિસ્તરતા વિસ્તરતા અંતે આઠ ભાગેય અપૂર્ણ કૃષ્ણાવતાર’માં પહેાંચ્યા, નાટકો લખ્યાં, પણ નવલિકાઓ-એકાંકીએ, આપી શકયા હેાત તાપણ ન આપ્યાં. ન જ આપે! નવલકથાકાર સાહિત્યસર્જક તરીકે મુનશીની પ્રખ્યાતિ પ્રધાનતઃ નવલકથાકાર તરીકે, ને તેમાંય વિશેષરૂપે અતિહાસિક નવલકથાક્ષેત્રે, સમીક્ષાની સરળતા ખાતર તેમની કૃતિમાને ત્રણ ગુચ્છમાં વહેંચાય : સામાજિક નવલકથાએ વેરની વસૂલાત' (૧૯૧૩), ‘કાના વાંક ’ (૧૯૧૫), ‘સ્વપ્નદ્રષ્ટા' (૧૯૨૪), ‘તપસ્વિની’ ૧-૨-૩ (૧૯૫૭, ૧૯૫૮), ઐતિહાસિક નવલકથાએ ઃ ‘પાટણની પ્રભુતા' (૧૯૧૬), ‘ગુજરાતના નાથ’ (૧૯૧૭), ‘રાધિરાજ’ (૧૯૨૨), ‘જય સેામનાથ’ (૧૯૪૦), ‘ભગ્નપાદુકા’ (૧૯૫૬), ઉપરાંત ‘પૃથિવીવલ્લભ’ (૧૯૨૦-૨૧) અને ‘ભગવાન કૌટિલ્ય’(૧૯૨૩). પૌરાણિક નવલકથાએ ઃ ‘લોપામુદ્રા' ભાગ-૧ (૧૯૩૩), ‘લામહર્ષિણી’ (૧૯૪૫), ‘ભગવાન પરશુરામ' (૧૯૪૬), ‘કૃષ્ણાવતાર’ ખંડ ૧થી ૮ (૭મા
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy