SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો પદ્યસાહિત્ય) ૫૫ સંવત સત્તર બાર વર્ષે પોષ સુદિ બીજ ગુરુવાર દ્વિતીયા ચંદ્રદર્શનની વેળા થઈ પૂર્ણ કથા વિસ્તારજી નાકર એના હરિશ્ચન્દ્રાખ્યાન'માં કયા રાગો પ્રયોજ્યા છે તેનાં નામ કડવાં સંખ્યા, વગેરેની માહિતી આપતા જણાય છે – રામગ્રી દેસાખ ને આશાવરી, ભૂપાળ ને ધન્યાક્ષરી રામકલી વેરાડી શોખ, મેરી સોરઠીનો જોગ. આખ્યાનનું છઠું અંગ ફળશ્રુતિ છે, આખ્યાનકારો આખ્યાનશ્રવણથી શો ઐહિક લાભ થાય તે જણાવતા. એ શ્રોતાઓને આકર્ષવાની એક રીત હતી. જે આખ્યાનનું એક આવશ્યક અંગ બની ગયું. આ ફળશ્રુતિ સામાન્યતઃ અંતમાં આવતી. પણ કોઈવાર કવિ કાવ્યારંભે પણ એ જણાવતો ને ક્યારેક વચ્ચે પણ એનો ઉલ્લેખ કરતો. કાલિદાસકૃત “પ્રહલ્લાદાખ્યાન'માં પહેલા કડવામાં બે પંકિતમાં ફળશ્રુતિ આપી છે. પછી બીજા કડવામાં ને અંતમાં પણ આપે છે. હરિદાસ એના “સીતાસ્વયંવરમાં છ વાર ફળશ્રુતિ આપે છે. આ સિવાય ક્યારેક પાત્ર પણ ફળશ્રુતિ ઉચ્ચારે છે. પ્રેમાનંદના “ઓખાહરણ'માં બ્રહ્મા, હરિરામના સીતાસ્વયંવરમાં વાલ્મિકી તો તુલસીએ તેના “ધ્રુવાખ્યાનમાં અને આધાર ભટે “શામળશાનો વિવાહમાં ભગવાન પાસે ફળશ્રુતિ ઉચ્ચારાવી છે. આ રીતે આખ્યાનનું સાહિત્યસ્વરૂપ ભાલણથી શરૂ થયું, અને વિષ્ણુદાસ આદિથી પોષાયું અને પ્રેમાનંદમાં એ વિકાસની પરાકાષ્ટાએ પહોંચ્યું. પ્રેમાનંદ પછી આખ્યાનનાં વળતાં પાણી થાય છે. એનું એક કારણ પ્રેમાનંદના સમયમાં ગરબાનું સ્વરૂપ વિશેષ પ્રચલિત થયું. એ આરસામાં શામળ જેવો વાર્તાકાર થયો એ કારણે પણ આખ્યાનના વિકાસ પર અસર કરી હશે. એ ઉપરાંત પ્રેમાનંદ આખ્યાનનાં સ્વરૂપને એવી કક્ષા પર મૂકી દીધું – પૂર્ણતાએ પહોંચાડી દીધું કે પછી એમાં વધુ વિકાસની કશી શક્યતા હતી નહી...૮ આખ્યાનકારોએ મહાકાવ્યો અને પુરાણોને ગુજરાતી લેબાસમાં આમજનતા સુધી પહોંચાડ્યાં, માણભટોએ એ સ્વરૂપદ્વારા ધર્મ અને ભક્તિની ધારા વહેવડાવી તથા સંસ્કારનું સિંચન કર્યું. કથા-વાર્તા કથા અને વાર્તા શબ્દો મધ્યકાલીન સાહિત્યમાં એકબીજાના પર્યાયરૂપે વપરાતા. આખ્યાનમાં જેમ ધર્મકથાઓ આવતી તેમ કથાવાર્તામાં સામાજિક કથાઓ આવતી.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy