SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ કે કવિનો પરિચય પ્રણાલિ અનુસાર અપાયો છે. રાસાઓના અંતમાં કર્તાનું નામ, રચ્યા સાલ, કવિનો આત્મપરિચય એ બધામાં ફળશ્રુતિ એ મહત્ત્વનો અંશ હતો, કારણ કે એથી કર્તાના વક્તવ્યની શ્રોતાઓ ૫૨ સચોટ અસર થતી, અને સામાન્ય કથાથી રાસાની કથાને જુદો પાડનારો એ અંશ હતો. રાસાનું ત્રીજું મહત્ત્વનું અંગ ધર્મોપદેશ છે. સમગ્ર રાસાસાહિત્ય, પછી એ કથાપ્રધાન હોય કે ન હોય, પણ એનું ધ્યેય તો ધર્મોપદેશ આપવાનું હતું. એ ઉપદેશ આપવાની રીત ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન હતી. પંદરમી સદી પૂર્વેના, અને પછીની સદીઓમાં રચાયેલા રાસાઓમાં જે ભેદ હતો, તે ધર્મોપદેશનાં સાધનનો હતો. પંદરમી સદીની પૂર્વેના રાસાઓમાં સીધો જ ધર્મોપદેશ આવતો પણ પછીના રાસાઓમાં ક્યારેક સીધો તો ક્યારેક પાત્રો દ્વારા કે પ્રસંગના નિરૂપણ દ્વારા પરોક્ષ ઉપદેશ આપ્યો હોય છે. ઈ.૧૧૮૫માં રચાયેલા વિનયચન્દ્રના ‘સપ્તપદી રાસ'માં મંગળાચરણ પછી સીધો ઉપદેશ છે. કવિ રાસ ખેલનારને કે પાઠકને બાર વ્રત કરવાનું કહી, બાર વ્રતની યાદી આપે છે. શાલિભદ્રસૂરિષ્કૃત ‘બુદ્ધિરાસ' તો સાદ્યન્ત ઉપદેશકાવ્ય જ છે. એ જ કવિના ‘ભરતેશ્વર બાહુબલિરાસ'માં ભરતે એમના ભાઈ બાહુબલિને હણવા ચક્ર મોકલ્યું, પણ ચક્ર ભરતના જ ગોત્રને હણતું નથી તેથી ભરત વિમાસણમાં પડે છે ત્યારે બાહુબલિ કહે છે, જા તું જીત્યો, હું હાર્યો.' એ શબ્દોથી ભરતનું હૃદયપરિવર્તન થાય છે અને એને અહિંસાનું માહાત્મ્ય સમજાય છે. ૧૫મી સદીના લાવણ્યસમયરચિત વચ્છરાજ દેવજરાજરાસ' માં દયાનું મહત્ત્વ સમજાવવા કથાની રચના કરી છે એવું કવિએ સ્પષ્ટતઃ કહ્યું છે. સત્તરમી સદીમાં રચાયેલા દર્શનવિજયના પ્રેમલાલાચ્છીરાસ'માં કાવ્યારંભે શીલનું મહત્ત્વ સમજાવવા કથાની રચના કરી છે, તે દર્શાવતાં કવિ કહે છે : શીલ પ્રભાવિ સુખ ઘણું, શીલ સુગતિ દાતાર * શીલ અધિકાર કવઈ કવિ, દેવ, ગુરુ, ધર્મ પસાય ચંદને સ૨ મિન ધરી, રાસ રચું સુખદાય. આ ઉપરાંત આપત્તિ સમયે નાયિકાને મુખે કવિ ઉચ્ચારાવે છે - કષ્ટ પડી જો રાખીઈ, શીલતણી નિજ - ટેક તો જંગ કીરતિ વિતરઈ... આમ વસ્તુગૂંથણીમાં, શ્રોતાઓના ચિત્ત પર શીલની શક્તિ સ્થાપિત કરવાનું
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy