SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો (પદ્યસાહિત્ય) ૪૩ આખ્યાનકાવ્યોમાં પણ મંગળાચરણથી આરંભ થયો છે. જેમ રાસાઓના આરંભમાં તીર્થંકરની વંદના આવતી તેવી રીતે કાવ્યાત્તે કવિ પોતાનું નામ, પોતાના ગુરુનું નામ, ગ્રન્થરચ્યાસાલ, ફળશ્રુતિ વગેરે આવતાં. પંદરમી સદી પછીના રાસાઓમાં જે ધાર્મિક સિદ્ધાંતના પ્રતિપાદિનાર્થે રાસ રચાતો. તે સિદ્ધાંતનો પણ ઉલ્લેખ થતો. સામાન્ય રીતે રાસાના રચિયતા મોટે ભાગે સાધુ હોવાને કારણે પોતાના ગુરુનું નામ આપતા. ઋષભદાસ સાધુ નહોતા તેથી એમના પિતાના નામનો ઉલ્લેખ કરે છે. બારમી શતાબ્દિમાં રચાયેલા ભરતેશ્વર બાહુબલિરાસ'માં કવિએ પોતાનું નામ, રચ્યા સાલ, તિથિ, તથા વાર આપ્યાં છે તે રચ્યા સાલ નથી, પણ રાસાના નાયક સમરસિંહે જે સાલમાં જે તિથિએ, ઋષભદેવની મૂર્તિની શેત્રુંજય પર સ્થાપના કરી, તેનો ઉલ્લેખ છે. ૧૫મી સદીના સાધુહંસકૃત શાલિભદ્રરાસ’માં પણ પોતાના ગુરુનો પરિચય, રચ્યા સાલ, મહિનો, તિથિ, વા૨ તથા ફળશ્રુતિ આપેલાં છે. સોળમી સદીમાં લાવણ્યસમયે, વચ્છરાજ દેવરાજરાસ'માં પોતાનો પરિચય જરા જુદી રીતે આપ્યો છે. એમાં કહ્યું છે – પહેલો અક્ષર લાભનો, બીજો ભવનો જાણી ત્રીજો પુણ્યવંત બીજલુંએ માહતંડે આગલ સમય કવેઈ આમ ‘લા', ‘વ’ અને ‘ણ્ય’ એ ત્રણ પોતાના નામના અક્ષરો સૂચવી પછી એને સમય લગાડવાથી પોતાનું નામ બને છે એમ જણાવ્યું છે. એ કાળમાં સમસ્યાનું પ્રચલન હતું અને બુદ્ધિની પરીક્ષા માટે સમસ્યા અનેક રાસાઓમાં પ્રયુક્ત થઈ છે, સત્તરમી સદીમાં ઋષભદાસ એના હીરવિજયસૂરિાસ’માં આત્મપરિચયમાં સમસ્યાનો જ ઉપયોગ કરે છે. જેમ કે : ચંદ અખ્તર ‘ઋષિ' ધરતી લેહ, મેષ ‘લા’ તણો અખ્ખર ભવ તમો શાલિભદ્રતણો નયનમો તેહ. કુસુમ દા' મનો વેદમોભણે. વિમલ ‘સ' હી અખ્ખર બાણમો... આમ પિંગળની પરિભાષા પ્રમાણે એક માટે ચંદ, બીજા માટે નયન, ત્રીજા માટે ભવન, ચોથા માટે વેદ, અને પાંચમાં માટે બાણ સંજ્ઞાનો પ્રયોગ કર્યો છે. આજ પિરભાષા એમણે મહિના, વાર અને તિથિ માટે વાપરી છે. એ કારણે જે ત્રણ પંક્તિમાં કહી શકાય તે બાવીસ પંક્તિમાં કહ્યું છે. આ પરથી ૨ાસામાં વિસ્તાર શી રીતે થતો ગયો તેનો ખ્યાલ આવશે. અઢારમી સદીના રાસાઓમાં ફળશ્રુતિ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy