SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ લગ્નસમારંભમાં ગવાતાં ગીતો, તથા રીતિરવાજો વિષેની માહિતી મળે છે. આ પ્રમાણે પદમાળામાં ઋતુપરિવર્તનને લીધે લોકોની જીવનરીતિમાં થતા ફેરફારો દર્શાવાતા, તેમ જ સમાજચિત્રણ પણ થતું, તેમ જ પ્રકૃતિવર્ણનને પૂરો અવકાશ રહેતો. પદમાળાનો ૨દ્રષ્ટિએ વિચાર કરતાં પ્રથમ એક જ રસનું જેમાં નિરૂપણ થયું હોય અને એ રસનો ક્રમિક વિકાસ દર્શાવાયો હોય તેવી મહિનાની પદમાળા તથા પ્રેમાનંદની ‘ભ્રમરપચ્ચીસી' જેવી રચનાઓ છે. એ પ્રકારની પદમાળામાં પ્રેમાનંદ, માણિક્યવિજય રત્નેશ્વર, રામૈયા, તથા દ્વારકો, વગેરેનું યોગદાન છે, બીજા પ્રકારની પદમાળામાં એક જ રસનું નિરુપણ હોય પણ રસ પરાકાષ્ટાએ પહોંચતો ન હોય અને કાવ્યમાં સાદ્યંત રસનો પ્રવાહ સમથલ હોય એની તિથિની કે રાવણ મંદોદરી, કે રાધા અને ગોપીકૃષ્ણના સંવાદની પદમાળાઓ, તથા અઢાર પાપસ્થાનની સજ્જાય’, ‘શિયળની નવતાડ', ‘તુલસીવિવાહ' જેવી પદમાળાઓ છે. ત્રીજા પ્રવાહમાં ‘શામળશાનો વિવાહ’ જેવી પદમાળાઓ, કે જેમાં એક મુખ્ય રસ હોય અને તેને પોષનારા બીજા આનુષંગી રસો હોય, તથા ૨સસંક્રમણ સહજ રીતે થયું હોય તેવી કૃતિઓ છે. બારમાસીનો પ્રકાર એટલો લોકપ્રિય હતો કે, જૈન કવિ માણિક્યસુંદરે, રાજિમતીના વિરહની બારમાસી રચી છે. રાજિમતીના નેમિનાથની રાહ જુએ છે. રામભક્ત રામૈયો સીતાના વિરહની બારમાસી ૨ચે છે, એમાં સીતા જાણે ઘરમાં બેઠી હોય, પ્રોષિતભર્તૃકાના નિયમો પાળતી હોય, અને રામ પરદેશ ગયા છે તેની રાહ જોતી હોય એવી રીતનું નિરૂપણ થયું છે, બાર મહિનામાં એક વખત પણ અશોકવાટિકા કે રાવણનો ઉલ્લેખ નથી. બારમાસ પૂરા થવા આવે છે ત્યારે એકાએક કવિને ભાસ થાય છે કે આ સીતાના બારમાસ છે, એટલે આસો માસે પાજ બાંધ્યાનો ઉલ્લેખ આવે છે. રાજેની બારમાસીની પદમાળા તથા ઈન્દ્રાવતી એવા નામથી કાવ્યરચના કરનાર પ્રાણનાથની વિરહની બારમાસી' ભાવાભિવ્યક્તિ તથા શૈલીમાર્યને કારણે વિશેષ નોંધપાત્ર લાગે છે. શૃંગા૨ પછી કરુણરસની પદમાળા જે ભ્રમરપચ્ચીસી’,‘વિરહગીતા', ‘ઉદ્ધવગીતા’ વગેરે નામોથી ઓળખાય છે તેમાં કૃષ્ણના ગોકુળથી મથુરા જવાને કારણે નંદ, જશોદા, તથા ગોપીઓનો ઝૂરાપો નિરૂપાયો છે. તેમને સાંત્વન આપવા કૃષ્ણ ઉદ્ધવ દ્વારા જ્ઞાનનો સંદેશ પાઠવે છે. એ પ્રસંગ ભાગવતમાં નથી, પણ મધ્યકાલીન કવિતામાં ભ્રમરગીતા' એ નામથી પ્રચલિત કરવામાં આવ્યો. એમાં ગોપીઓની વિરહની તીવ્ર વેદના ભ્રમરને ઉદ્દેશીને ઉચ્ચારાયલી એમની વક્રોક્તિઓ છે, એ કારણથી ભ્રમરગીતા' કે ‘ભ્રમરપચ્ચીસી' નામ અપાયું. સમય જતાં ભ્રમરનું
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy