SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા ૪૪૩ બાપુ સાહેબની કવિતામાં ચમત્કૃતિની અપેક્ષા ન રાખી શકાય, પણ તત્કાલીન પરિસ્થિતિનો ચિતાર જોઈતો હોય તો તે ભરપેટે મળી શકે છે. સમાજનું બંધારણ, લોકમાનસ, ધર્મને નામે પ્રવર્તતાં ધતિંગ, બદીઓ, વ્યસનો, ખાણીપીણી, પહેરવેશ, શોખનાં સાધનો વગેરે નાની મોટી અનેક વિગતો સમાજશાસ્ત્રીને ખાસ મહત્ત્વની બની રહે છે. આજે માન્યામાં ન આવે એવી ચીજવસ્તુઓના ભાવતાલની વિગતો ય નોંધપાત્ર છે. દૂધ મોટા પૈસાનું શેર મળે છે.” “સાકર રૂપિયાની ચાર શેર મળે છે, “અફીણ રૂપિયાનું ચાર ભાર વેચાય છે', “સૂતર ચાર શેર એક પાંચ રૂપીએ શેર છે', એક સોનું તો દશ બારે વેચાય છે, કુંદન તો બાવીસનો તોલો રે', “કસ્તુરીનો અલ્યા વિવેક બતાવું, વીસ રૂપિયાની તોલો આંકી રે, “હળદર રૂપિયાની આઠ શેર મળે છે, કેસર તોલાના બે વસુ રે,” જેવાં વિધાનો તે બાપુસાહેબની કવિતાની પંક્તિઓ જ છે. ભોજો સમાજમાં પ્રવર્તતી અસમાનતા, પંથો ને સંપ્રદાયોની સંકુચિતતા, ઢોંગી ગુરુઓનાં ધતિંગ, ખટદર્શનની ખટપટો, વહેમ રૂઢિ અને અંધશ્રદ્ધામાં ગળાડૂબ સમાજ તત્કાલીન ગુજરાતને આ બધી બાબતો અંગે સચેત કરવા સાચા વેદાંતીઓની, જ્ઞાની મરમી સુધારકોની સવિશેષ આવશ્યકતા હતી અને એ કાર્ય આપણા જ્ઞાનાશ્રયી જે કવિઓએ, યથાશક્તિ યથામતિ કર્યું છે તે સૌમાં, જેમને ‘અખાની નાની આવૃત્તિ’ ગણવામાં આવે છે તે ભોજા ભક્ત (ઈ.સ.૧૭૮૫-૧૮૫૦) કદાચ સૌથી વધારે ધ્યાન ખેંચે તેમ છે. સૌરાષ્ટ્રમાં જેતપુર પાસેના દેવકીગાલોળ ગામમાં એમનો જન્મ. જાતે લેઉઆ કણબી. જન્મથી બાર વર્ષની વય સુધી માત્ર દૂધ ઉપર રહ્યા. તેમને રામેતવન નામના એક યોગી પાસેથી કેવળ દૃષ્ટિ દ્વારા જ દીક્ષા મળી કહેવાય છે. એઓ અનુભવી સિદ્ધ સંત હતા અને અમરેલીના દીવાન વિઠ્ઠલરાવે તેમની સિદ્ધિનો ચમત્કાર તપાસવા એમને જેલમાં પૂર્યા ત્યારે દિવસમાં ચાર ચાર વખત મિષ્ટાન્ન ખાવા છતાં, પોતાની યોગશક્તિથી એમણે મળમૂત્ર બંધ કરી પંદર દિવસ સુધી ધ્યાનમગ્ન દશા ભોગવી હતી. દીવાને માફી યાચી ઉપદેશ માગ્યો ત્યારે “ચાબખા” નામે પ્રસિદ્ધ થયેલ અનેક પદો દ્વારા એમણે ઉપદેશ આપ્યો હતો. તીખી મર્મવેધક વાણીમાં અહંકારી જીવોને એમણે જ્ઞાન–ચાબખાનો માર માર્યો છે. -મૂરખાની દાઢી થઈ ધોળી રે, હૃદયમાં જોયું ન ખોળી રે. -મૂરખા! જનમ ગયો તારો રે બાંધ્યો પાપ તણો ભારો રે.” -મૂરખા! મોહી રહ્યો મારું રે, આમાં કાંઈ નથી તારું રે,'
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy