SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ એમ તો ઉપદેશ હિન્દુ અને મુસલમાન બન્નેને માટે છે. હિન્દુ જીવનવ્યહારનું ઊંડું જ્ઞાન એમણે દાખવ્યું છે; તેની સાથે ઇસ્લામનો પણ સારો એવો એમનો પરિચય એમના પદોમાં પ્રકટ થાય છે. બાપુસાહેબની ભાષા તળપદી જરૂ૨ છે. પણ એ બરછટ, છે, કર્કશ પણ છે. જે જનતા સમક્ષ એમને પોતાનું કવન ૨જૂ ક૨વાનું છે એ જનતાને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપી એની અજ્ઞાનદશા દૂર કરવા ભાષાના કો૨ડા વીંઝવાનું કાર્ય આ કવિએ કર્યું છે. —કાણાને કાણું કહિયે, તો લાગે કડવું; એને સાચું કહિયે તો સૂઝે વઢવું.' -રાંડે કર્યો છે જીવ ગાંડો, જુઓની ભાઈ રાંડે કર્યો છે જીવ ગાંડો'. –જો૨ જવાનીમાં ભૂલી ગઈ છે માળા, સારી ભૂંડી કાયાના થશે લાળા.’ -ચળેલી નારી તે નવ રહે ઢાંકી, તેની ચાલ, બોલી ને આંખ પાકી.' -સુણો સુણો તમે બ્રાહ્મણ લુખા ખાખ; રખડી રખડી લુવો શું કાખ!' —જે કરે લાગા તેથી વાલો ગયા આઘા, સૂધું સમજ્યા નહિ તો બળ્યા એના વાઘા.’ —હિરને પાષાણ કહે તે જ ગાંડો, એ તો સદા છે અખંડ ને ના થાય ખાડો; સમજ્યા વિના ગાય તે રાંડીરાંડો, તેમ સમજીને પગલાં માંડો.’ -ભેદ બ્રહ્મનો બતાવે તે જ ગુરુ દાતા, બીજા સમજ્યા વિના બહુ ધાતા.' -છાપ તિલક ને માળા રાખે, ફૂડ કપટ ને અસત્ય ઘણું ભાખે, હાથમાં માળા ક્રોધભર્યાં કાળા એ તો નિશ્ચે ડૂબાડ્યાના ચાળા: માળાનો મર્મ નવ જાણો, આંખો મીંચીને મણકા તાણો.’ આવી જ સીધી ને સરળ ભાષામાં કવિ જ્ઞાનની વાતો પણ રોચક શબ્દોમાં રજૂ કરી શકે છે : અખંડ એક આતમા રે, બીજું બાકી સરવે ધૂળ. બાપુ કહે ભજ નામને રે, કાયા આકડાનું નૂર.' ફૂલ ખીલીને ખરી પડે, એવું કાયાનું છે કામ રે, માટે ચેતીને ચુપ ચાલવું, મૂકી મમતા તમામ રે.’ પ્રથમ સદ્દગુરનો સત્સંગ સાચો, માટે તમો ચંદ્ગુરુને નિશદિન જાચો.' ‘ગુરુ કૃપા કરી રે, વા'લો મારા દીં ભરપૂર અજ્ઞાન રાત્રિ મટી ગઈ રે, જ્ઞાનનો ઊગ્યો ત્યાં સૂરઃ જ્યાં દેખું ત્યાં હરિ રે, ચોદશ ઝળકી રહ્યું છે નૂર.'
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy