SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨, ખંડ- ૧ નાગરવેલે દ્રાક્ષ બીજોરાં, એવી શોભા બની છે ખૂબ. ધીરાના ધણી આવો રે, ગોવિંદ રહ્યા આ ઘટમાં. નીચેની પંક્તિઓમાં કવિના યોગમાર્ગનો સવિશેષ પરિચય પ્રગટ થતો જણાય શૂન્ય શિખર પર અમર અજર નર, વિયંભર રાજ બિરાજે; સહસ્ત્રદલ કમલ પર કરે લીલા ત્યાં, અનહદ છંદે વાજાંવાજે ગડેડે સિંધુ ગાજી રે, ફૂલે જળ પાળ ફરી મલચક્રથી આઘે ચઢિયા, ગીનચક્રે આવી અડિયા; વૈકુંઠની પાર પડિયા, વિષ્ણુ તેણે પળિયા રે. કૈલાસ માંહે કલ્લોલ, આત્મારામ ઝાકમઝોળ, ત્રિવેણી માંહે જો કોલ, ફેરા મારા ફળિયા રે, ખટર્સે એકવીસ હજાર, ઊર્ધ્વમુખે સંધાધાર, અખંડ ઈંટની પાળ, બળવંતા બળિયા રે. ધીરા ભગતે રચેલી સ્વરૂપની કાફીઓ'માં ગુરુ, માયા, મન તૃષ્ણા, લક્ષ્મી, યૌવન તથા કાયાનાં સ્વરૂપ આલેખાયાં છે. એણે ૨૭ પદની ‘આત્મબોધ જ્ઞાનકક્કો', છૂટક પદ, ગરબીઓ, ધોળ વગેરે પણ લખ્યાં કહેવાય છે. ' ધીરા ભગતની ભાષામાં તળપદાપણું છે તે સાથે તેમાં આગવો જુસ્સો પણ છે. માધુર્ય, પ્રસાદ અને ઓજ એ ત્રણે ગુણો એની કવિતામાં છે. લાલિત્ય અને કલ્પનાની પણ એમાં ખોટ નથી. હરિના નામ વિના ખેલ સઘળો ખોટો છે,' “માથે મરણનો ભાર મોટો છે, જાયું તે તો સર્વ જાવાનું.” “કાચનો કૂપો કાયા તારી,વણસતાં ન લાગે વાર,’ ‘એરણની ચોરી, સોયનું દાન, એમ કેમ આવે વેમાન” જેવી તળપદી પંક્તિઓ સાથે નીચેની પંક્તિઓ સરખાવતાં કવિનું શૈલીવૈવિધ્ય ધ્યાનમાં આવશે. પ્રેમપલાણ ધરી, જ્ઞાનઘોડે ચઢી, સદ્ગુરુ શબ્દ લગામ; શીલ સંતોષ ને ક્ષમા ખડગ ધરી ભજન ભડકો રામ; ધર્મઢાલ ઝાલી રે, નિત્યે નિશાને ચઢવું છે.' વાવ, તળાવ, કૂપ, સરિતા, સિંધુ, પ્રગટ ઉદક એક પેખ; કુમમાં બીજ, બીજમાં દ્રુમ-લતા સૂત્ર તાણાવાણો એક દેખે; વિશ્વ વિશ્વભર રે, જાણંદા મધ્યે માણંદા.'
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy