SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા ૪૩૯ ધિક્કાર તેની જનુની રે, એવાં સંતાન જે જિવાડે.” પાખંડપૂજક દીવાની દુનિયાને પોતા પાસે રહેલા કર્તાની જાણ નથી. તે જીવ નહિ તેને શિવ કરી માને, પૂજે કાષ્ઠ પાષાણ, ચૈતન્ય પુરુષને પાછળ મૂકે, એવી ગંધ જગત અજાણ અર્કને અજવાળે રે, પ્રસિદ્ધ મણિ નવ સૂઝે.” સગુણ ભક્તિનાં ગાન ગાતાં કવિ કહે છે: ભારે ભરોસો વિશ્વાસ વિશ્વભર, આશા પૂરો અનાથના નાથ, દુઃખ વિલાપ સંકટ કષ્ટ યળો, હરિ હેત કરીને ઝાલો હાથ. ધીરાને વારે ધાજો રે, તારે ને મારે પ્રીત બણી.' શ્રદ્ધાપૂર્વક એ કહે છે : જેને રામ રાખે રે, તેને કુણ મારી શકે? ધીરા ભગત ખાસ વખણાય છે એમની કાફીઓ માટે, તથા એમની અવળવાણી માટે. “તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ,” “મન તુંહી તુંહી બોલે રે, આ સુપના જેવું તન તારું,' “ખબરદાર! મન સૂબાજી, ખાંડાની ધારે ચઢવું છે' જેવી કેટલીક રચનાઓ લોકજીભે રમી રહી છે. એની અવળવાણીનાં દૃષ્ટાંતો સવિશેષ નોંધપાત્ર છે : “જ્ઞાન મેડક કાળમણિધર માર્યો, મન મોહદધિનો કીધો આહાર. અજ અનુભવે આભ શોધ્યો, બગબુદ્ધિએ માર્યો અહંકાર તૃષ્ણાસિંહ નાઠો રે, સંતોષશ્વાન ચઢિયો કડિયે.” પોતાના બનાવ્યા પોતે પ્રગટ્યા, સોનાએ ઘડ્યો સોનાર; કીડી કુંજરને નાચ નચાવે, એમ કાદવ કીધો કુંભાર.” ‘તેતરડે સિંચાણો પકડ્યો, સસે સપડાવ્યો સિંહ કાયર ખડગ કાઢીને દોડ્યો, ત્યારે શૂરે પાડી ચીસ, મંજારી ચૂહે મારી રે, રેયત શું રાજા રે. અંબાડીએ ગજરાજને ગળિયો, ઘોડાને ગળી ગયું જીન, વસ્ત્રની ઉપર વાડ સુકાણી, એમ સમુદ્રને ગળી ગયું ફીણ. સસલું શાણું થઈને રે, સિંહને નાખ્યો પટમાં'. અંબફળીએ શ્રીફળ લાગ્યાં, કદળીએ કેરીઓની લૂમ,
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy