SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૪૧૯ ન ગણવો. એ ઉપરથી આપણા સમર્થ કવિવિવેચક નરસિંહરાવે કહ્યું : Well we take him at his word ૩૯ –ભલે એનો બોલ આપણે સ્વીકારી લઈએ છીએ. માનો કે કોઈ કવિ પોતે મોટો કવિ હોવાનું કહે તો? એમ એનો બોલ સ્વીકારી લેવાય નહીં. કવિની કેફિયત ઉપર મુલવણીનો પ્રશ્ન છોડી દઈ વિવેચક પોતાની ફરજમાંથી મુક્ત થઈ શકતો નથી. અખાનો “કવિઅંગમાં વિષય એ છે કે અગાઉ ઘણા કવિ થઈ ગયા છે, અત્યારે છે ને ભાવિમાં ઘણા થશે, પણ “મનાતીત ત્યમનું ત્યમ' મનાતીત છે તે તો શબ્દાતીત રહી જતું લાગે છે, “અચલું સરખું દીશે આપ’–આત્મા તો અચર્વિત જેવો રહી જાય છે. અખો તદ્દન ‘અચર્વિત' નથી કહેતો, “અચવ્યા–સરખોકહે છે. એની તો પ્રતિજ્ઞા છે કે “ચવ્યું ન આવે અખો અજાણ’ - પોતે ચર્વિતચર્વણ કરવા ચાહતો નથી, બીજા કવિઓથી જે અચર્વિત રહ્યું છે તેની સાથેખરેખર તો જે અચર્વિત તત્ત્વ છે તેની સાથે શબ્દ દ્વારા કામ પાડવા પોતાનો નિરધાર છે. અખાની મુશ્કેલી સમજી શકાય એવી છે, એ પોતે તો સમજે જ છે. એક બાજુ એ પોતે સારી પેઠે જાણે છે તેમ શબ્દ દ્વારા એ તત્ત્વ અચર્વિત જેવું રહી જાય છે અને પોતે પ્રતિજ્ઞા લઈ બેઠો છે કે શબ્દ યોજું તો તે અચર્વિતને માટે જ. રવીન્દ્રનાથ જે પોતે પણ મોટા સાધક હતા તે આયુષ્યના સિત્તેરમા વરસે પોતાનો પરિચય આપતાં કહે છે : “આમિ કવિમાત્ર... આમિ તત્ત્વજ્ઞાની... નઈ... આમિ નિરંજનેર દૂત નઈ... આમિ વિચિત્રેર દૂત. વિચિત્રેર લીલાકે અત્તરે ગ્રહણ કરે તાકે બાઈરે.. લીલાયિત કરા- એઈ આમાર કાજ. હું માત્ર કવિ છું. હું તત્ત્વજ્ઞાની નથી. હું નિરંજનનો દૂત નથી. હું સુંદરનો દૂત છું ...સુંદરની લીલાને હૃદયમાં ગ્રહણ કરીને એને બહાર લીલાયિત કરવી – એ છે મારું કામ. આમ, જ્ઞાની અને કલાકાર કવિનાં મુખ્ય વલણોમાં ફેર છે. અખો સૂચવવા માગે છે તે એ છે કે પોતાને મુખ્યત્વે ‘નિરંજનમાં રસ છે. “અખેગીતાને અંતે કહે છે, “નાથ નિરંજન ગ્રંથકરતા'. એ ઘટઘટ બોલણહાર, તેણે આપે આપનું વર્ણન કીધું' છે, એટલે કે પ્રત્યેક જીવાત્મા ભાષાનો ઉપયોગ કરે છે તેમાં પાછળ જે શ્વાસ પૂરનારો ને તેથી બોલનારો છે તે પોતે પોતાને ક્યારેક શબ્દ દ્વારા વ્યક્ત કરી રહે છે. અદ્વૈતાનુભવ-અભેદાનુભવ એ અખાની કવિતાનો એકમાત્ર વિષય છે એમાં શંકા નથી. સુંદરનો દૂત એ તો સહેજે કવિ તરીકેની વિખ્યાતિ પામે, નિરંજનનો દૂત જ્ઞાની એ કવિથી જૂદેરો છે એમ રવીન્દ્રનાથ કહે છે અને અખાએ પણ એ જ વાત “જ્ઞાનીને કવિતા ન ગણેશ”માં સૂચવેલી છે. કબીરે પણ કહ્યું છે: ‘તુમ જિનિ જાતો ગીત, હૈ યહ નિજ બ્રહ્મવિચાર, કેવલ કહિ સમઝાઈયા આતમ સાધન સાર રે.'
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy