SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧ અખાએ નિબંધપણે છપ્પા' રચ્યા એ જ કદાચ ઠીક હતું. તો જ એના અવાજની વૈયક્તિકતા નિર્ભેળ જળવાઈ શકી. માંડણ તંત્રબદ્ધ ન થાય તો આખી સામગ્રી એની પકડમાં આવવી મુશ્કેલ હતી. અખાને એવું કોઈ અવકુંઠન નથી. એ મુક્તપણે ચાલ્યો એમાં એના અવાજની મૌલિકતાને મદદ મળી છે. માંડણનું ઋણ હોવા છતાં, બલકે એ હોવાને કારણે, અખાની મૌલિકતા વળી વધુ ખીલી શકી છે. લોકવાણીની પાછળ માંડણની વાણી છુપાઈ ગઈ છે, જ્યારે અખાનો મૌલિક અવાજ છપ્પામાં સતત છતો થાય છે. પરંપરાની મદદ સ્વીકારવામાં જે “ચવ્યું ન ચાવે અખો' તે અનુકરણ કરતો ભલે ભાસે, વાસ્તવમાં એની જે પ્રતિજ્ઞા છે કે બીજા પાસેથી આયતું મેળવેલું ફરી રજૂ કરવું નહીં, પણ પોતાની રગો ઉપર અનુભવેલું, પોતાની પ્રતીતિનો વિષય બનેલું, પોતે સાક્ષાત્કારેલું જ શબ્દબદ્ધ કરવું, તે ખરેખર ક્યારેય નંદવાતી નથી. સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના દંભો પર હલ્લો કરવામાં અખાએ દાખવેલી નિર્ભીકતા અપૂર્વ છે એટલું જ નહીં પણ આજના યુગમાં પણ એ વારંવાર ઠેરઠેર જોવા મળતી નથી,-એમાં જ અખાની આગવી પ્રતિભાનો પુરાવો છે. કહેવતો પણ માંડણની જેમ, અથવા કડીને અંતે કહેવત ગૂંથતા શ્રીધર, શામળ, દયારામની જેમ, કહેવત ખાતર નહીં, પણ કથયિતવ્યના એક અનિવાર્ય ભાગ તરીકે જ અખાની કૃતિમાં સ્થાન પામી છે. લોકો માટે લખતો હોઈ ચાલતી કલમે વાણી એવી સંક્ષિપ્તતા, સરળતા અને સચોટતા ધારણ કરે છે કે જે શક્તિ લોકોક્તિની જનની છે તેનાં તેમાં દર્શન થાય છે. સજીવ કલ્પકતા, અસાધારણ શબ્દપ્રભુત્વ અને વિશેષ તો નિખાલસ સહૃદયતાએ બધાનું અદ્ભુત રસાયણ થતાં કથ્ય વસ્તુ લોકજીભે વસવા યોગ્ય બને છે. પલકે પલકે પલટે ઢંગ’, ‘ઊંચમાં રામ બમણો નથી ભય, મૃત્યુ નામ પરપોટો મરે , - આવા તો અખામાં કોડીબંધ નહીં પણ સેંકડો ઉદ્દગારો મળશે. લોકોક્તિની ટંકશાળ અખાના જેવા ગંજાવર પાયા પર ભાગ્યે જ કોઈ સર્જક કવિએ ગુજરાતમાં ખોલી હોય. - ઉપમા, નર્મમર્મ કટાક્ષ હાસ્ય, ભાષાનું અંતર્ગત બળ, લયલહેકાઓ, એ બધાનો ફાળો પણ છપ્પા' ને ગુજરાતી ભાષાના એક પ્રશિષ્ટ ગ્રંથ “કલાસિક) ના પદે સ્થાપવામાં નાનોસૂનો નથી. ૪. તત્ત્વજ્ઞ કવિ ૧. “જ્ઞાનીને કવિતા ન ગણેશ૩૮ અખો કવિઅંગમાં છપ્પા (૨૨) માં કહે છે કે જ્ઞાનીને કવયિતા (કવન કરનારો, કવિ)
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy