SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૪૦૯ દૃષ્ટાંત જેવું જ હૃદયંગમ ‘વચ્ચે જીવ-નદી થઈ વહી' (૧૧) એ રૂપક છે. કાચના મંદિરનું રૂપક અખાની મૌલિક પ્રતિભાની મુદ્રાવાળું છે – જ્યમાં મોટા મંદિર માંહે ત્યાંહે છે કાચ જ ઢાળ્યા, નીલ પીત બહુ રંગરંગના ભેદ જ ભાળ્યા; ત્યાં ઊગ્યો શશી કે સૂર, દૂરથી અંતર ઝળકે, તે બહુ દેખાડે રૂપ, ધૂપ વિવિધ પેરે ચળકે. અખા ઉપર અવિલોકતાં તે ત્યાં છે તેમનું તેમ છે, ત્યમ ત્રિલોકી જાણજે વસ્તુ વડે એ એમ છે. ૨૭ નારીકુંજરીરનું દૃષ્ટાંત વિષયને સ્પષ્ટ કરવામાં ઉપકારક નીવડે છે. દસવીસ કોસ દૂરના, પણ નિકટ ભાસતા, પર્વતનું દૃષ્ટાંત ભવ્યતાનો ઈશારો કરે છે અને અખાની મૌલિક કવિત્વશક્તિનો સુંદર પરિચય કરાવે છે. વિષયની ઊર્જિતતા આવા આલેખન વગર કદાચ છતી થઈ શકી ન હોત. ' ઉપર સૂચવ્યું છે તેમ ‘અનુભવબિંદુમાં કવિત્વશક્તિનો મુખ્ય ઉન્મેષ છે લયાન્દોલ. છેવટની કડીઓમાં “એ અનુભવથી અનેક પંક્તિઓ શરૂ થાય છે તેમાં ઉત્સાહનો એક પ્રબળ ધબકારો છે. લયદ્વારા એક પ્રકારનું સંમોહન જામે છે. અનુભવબિંદુમાં અખાની આતમસૂઝ તેમ જ કવિત્વશક્તિ ઘૂંટાયેલા સ્વરૂપે પ્રતીત થાય છે. અનુભવબિંદુ એ “અખેગીતા' પ્રકરણગ્રંથમાં મળેલી સફળતા પછી આખો વિષય હસ્તામલક કરી આપવા માટેનો અખાની પરિણતપ્રજ્ઞાનો પ્રયત્ન હોય. અખાને કોઈએ કહ્યું હોય, તમારી ગીતા ખરી, પણ અમને ઊંડા પાણીમાં ઉતાર્યા વગર ઝટ સમજાઈ જાય એવું બને તો કંઠસ્થ કરી પાઠ કરી શકીએ એવું, કાંઈક કાં ન આપો? પૂર્વાશ્રમના ઘાટરસિયા અખાએ “અનુભવબિંદુમાં આતમસૂઝના કુંદનને સુરેખ ઘાટમાં રજૂ કર્યું છે. અનુભવબિંદુ એ ખરે જ ચિંતનરસનું ઘંટેલું એક મૌક્તિકબિંદુ છે. તેમ છતાં હસ્તપ્રતોમાંનાં પ્રાસસાંકળીને અને છંદને વિચ્છિન્ન કરે એવાં પાઠાંતરો, કોઈ કોઈ મહત્ત્વના શબ્દો અંગે અચોક્કસતા,-એને કારણે ‘અનુભવબિંદુની છાપ કાંઈક દુરૂહ રચનાની પડી છે. વિષય નિરૂપણની પ્રતિજ્ઞાને કારણે જેમ ‘અખેગીતા' તેમ “અનુભવબિંદુ પણ નિષ્ણાતો-વિશિષ્ટ સાધકો માટેની કૃતિ બની રહે છે. “અખેગીતા' અને અનુભવબિંદુના વાચનને અંતે-તે શબ્દસૃષ્ટિ આત્મસાત્ કરવાને પરિણામે – છેવટને પલ્લે વાચકને મળે છે અનુભવ કરતાં વધુ તો અનુભવનો આલેખ. પહેલીમાં નિત્યરાસ નારાયણનો જેવા કેટલાક ખંડકોમાં
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy