SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨,ખંડ - ૧ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ યોગ્ય જ કહે છે, 'પ્રાકૃત ઉપનિષદ જોવાની ઇચ્છા હોય તેણે અનુભવબિંદુ વાંચવું. તેમાં ગુરુમુખે શિષ્ય પ્રત્યે સ્વરૂપાનુસંધાનનો બોધ છે. “સત્ય સત્ય પરમાત્મા, હું નહિ એ તેનો પ્રધાન વિષય છે. જેનો અનુભવ કરાવવા વેદાંતી લેખક- “ગુરુ થા તારો તું જ' એમ શ્રીમુખે ભાખે છે. અને અનુભવબિંદુ- માં તેમ જ “અખેગીતા'માં ઉક્ત કથનના અન્વયે શ્રોતા પણ અખો છે અને વક્તા પણ અખો છે. બંને કૃતિ ચરમ ભૂમિકાએ પહોંચ્યા પછીના અંતિમ લેખ છે. અને તેઓ ઉમેરે છે કે ઉપનિષદરૂપ નિર્દેશેલ ‘અનુભવબિંદુ એક અર્થગંભીર રમણીય ખંડકાવ્ય પણ છે. ૩૧ અનુભવબિંદુમાં પણ અખાની પદ્ધતિ ‘અખેગીતાને મળતી જ છે, મંગલાચરણ અને ફલશ્રુતિ પૂરતી જ નહીં, પણ વિષયનિરૂપણ અંગે પણ. અદ્વૈત-અનુભવની ઇષ્ટતા, માયાનો પ્રભાવ, બ્રહ્મ (અને ઈશ્વર, જગત, જીવ) નું સ્વરૂપ, બ્રહ્મભાવ પામેલા જીવન્મુક્તોનો મહિમા, અન્ય સાધનાઓની ઊણપો, “મહા-અનુભવ'નોઅદ્વૈતાનુભવનો આનંદ, –વિષયનિરૂપણનો આવો તંતુ બંનેમાં લગભગ એકસરખો જોવા મળે છે. અલબત્ત, અનુભવબિંદુમાં સંક્ષેપ હોય એ સ્વભાવિક છે. આતમસૂઝ કરાવવામાં અખાને કવિત્વશક્તિ ખૂબ ખપ લાગે છે. અનુભવબિંદુમાં છપ્પાની પહેલી ચાર લીટીઓમાં વચ્ચે પ્રાસ-સાંકળી યોજવાથી નીપજતો લયહિલ્લોલ રચનામાં એક સાથે સંયમ અને સ્કૂર્તિનો અનુભવ કરાવે છે. જ્યમ વૃષાકાલ હોય ગય. રત્વ, યમ રૂડી દીસે, ધિનું ડોહોલ પલાય વાયુ મંદ હલુઆ હીસે; ચાસન ચમકે ચંદ બંધ સર્વ મનનો ભાગે. ત્યમ ભાગે ભવભ્રાંતિ કાંતિ હતી જ્યમ આગે. વાયુ વિમલ હોય વેગે ચતુર લિંગ લેખે લહે, ચિદાકાશ ચિદમય અખા બે-ધ્યતા સમરસ રહે. ૧૫ શરદઋતુના સમુલ્લાસના આલેખ દ્વારા અખો બ્રહ્માનુભવના સમુલ્લાસનું સૂચન હૃદયંગમ રીતે કરી શકે છે. વાયુ મંદ હલુઆ હીરો માં આખો આનંદ પ્રગટ થઈ જાય છે. “ચાસન (ઉઘાડો) ચમકે ચંદમાં નિરવરોધ આત્મપ્રતીતિના ઉલ્લાસનો ઉદ્દગાર છે. બોલચાલનો સચોટ શબ્દ રચનામાં આવતોકને સહેજે યથાસ્થાને ગોઠવાઈ જતો હોય છે, અખાને આયાસ કરવો પડતો નથી. વર્ણસગાઈ જેવા અલંકારો પણ પોતાનો ફાળો આપી છૂટે છે. મુખ્યત્વે તો ઉપમાઓ. રૂપકો, દૃષ્ટાંતો દ્વારા અખો કામ કાઢી લે છે. શરદઋતુના
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy