SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ ૧૦. બ્રહ્માનુભવનો મહિમા ૧૧. ‘ફલશ્રુતિ’ ૩૨-૩૬ ૩૭-૪૦ અખો પોતાની ઉત્તરાવસ્થાની બે મુખ્ય રચનાઓ-અખેગીતા’અને ‘અનુભવબિંદુ’– નાં મંગલાચરણ અનોખી રીતે કરે છે તે અગાઉ બ્રહ્માનંદ’ અંગેની ચર્ચામાં જોયું છે. પ્રપંચથી જે પાર છે તે ‘તત્ત્વમસિપદ'ની વાત પોતે કૈવલ્ય, ઈશ્વર, જીવના ભેદ નિરૂપીને ‘અનુક્રમે' કહેવા માગે છે એમ અખો પ્રસ્તાવ કરે છે. પાણીમાંના ચંદ્ર કરતાં આકાશનો ચંદ્ર અલગ અકળ ઝળક્યાં કરે છે તેમ પરબ્રહ્મ અલગ વિલસે છે. માયામાં પડેલું બ્રહ્મનું પ્રતિબિંબ તે ઈશ્વર. પૃથ્વી ઉપર વૃક્ષ, ધાતુ, પ્રાણીઓ એમ બહોળી સૃષ્ટિ છે પણ અંતે તો સૌ પૃથ્વીનાં જ છે, પૃથ્વી તે પૃથ્વી જ છે, એમ ચૌદે બ્રહ્માંડ આત્માનો આપવિસ્તાર માત્ર છે. સ્વપ્નમાં માણસ સંસાર માંડે ને જાગે ત્યારે કશું હોતું નથી, એક પોતે જ હોય છે, એમ સર્વાતીત એક આત્મા જ જે આ બધું દેખાઈ રહ્યું છે તેમાં સભો ભરેલો છે. જીવનો ખ્યાલ આપતાં, રૂપકથી અખો કહે છે કે સમુદ્રનું પાણી ઊડી, વાદળરૂપે દૂર દૂર વરસી, નદીરૂપે વહી, સમુદ્રને પાછું આવી મળે છે, એમ જ શ્રીહરિરૂપી સાગરને જીવ-નદી' આવી મળે છે. આત્મા જીવ-ભાવ ધારણ કરતાં જંજાળમાં પડેલો છે. બ્રહ્મ સાથે સાયુજ્ય પામે છે ત્યારે જીવ સઘળે માત્ર હિરને દેખે છે. શરદઋતુના રૂપકથી બ્રહ્માનુભવની મહાદશાનું અત્યંત કાવ્યમય વર્ણન અખો આપે છે. અધ્યાત્મજ્ઞાન વગરનો કર્મકાંડ તો આકાશપુષ્પ વેચવાના ઉધામા છે. કીર્તન, વર્ણાશ્રમ-અભિમાન, હઠયોગ, મૂર્તિપૂજા એ બધું છાશ પીને પેટ ભરવા જેવું છે. ષદર્શનજ્ઞાન, દાનવીરપણું, કીર્તિ, ત્રિકાલવેત્તાપણું, વગેરે સિદ્ધિઓ દ્વારા પણ માયા માણસોને મર્કટ બનાવે છે. તેથી બ્રહ્મ-સ્વરૂપની સાચી સૂઝ પ્રાપ્ત કરવા અખો અનુરોધ કરે છે. આત્માથી જુદું બીજું કાંઈ પણ જોવું એ જ વિઘ્ન છે. માયાનો પસારો સંકેલવો,-એમ એનું કહેવું છે. ત્રણ સુંદર ઉપમાચિત્રોથી અખો બ્રહ્મ જ એક છે એ વાત ઠસાવે છે: (૧) કાચનું ઘર હોય, તેમાં રહેલાને અનેક રંગો દેખાય, પણ ખરેખર તો સૂર્ય (કે ચંદ્ર) સિવાય કાંઈ નથી. (૨) વનમાં ગોપીઓ હાથી રૂપે ગોઠવાઈ કનૈયાને બેસાડીને લાવે છે તેવી ભાતવાળા ‘નારીકુંજરચીર’માં પૂતળીઓની બહુલતા દેખાય છે, પણ બીજી રીતે જુઓ તો હાથી જ દેખાય છે. પૂતળીઓની બહુલતા પ્રમાણે સંસારમાં જીવોની બહુલતા છે. હાથીની જેમ ઈશ્વર છે. પણ વસ્ત્રનું પોત જેમ બધે એક જ છે તેમ સંસારને જોતાં તેમાં એક કૈલ્યતા જ દેખાશે. (૩) જેમ કોઈ કોઈ મોટો
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy