SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ કક્કો', “સાતવાર’ અને ‘મહિના', “અખાજીના કંડળિયા, “સંતનાં લક્ષણ' અથવા કૃષ્ણઉદ્ધવનો સંવાદ, અવસ્થાનિરૂપણ' અને હિંદીમાં “સંતપ્રિયા', “બ્રહ્મલીલા' ‘એકલક્ષરમણી', “અખાજીની જકડી’ અને ‘અખાજીના ઝૂલણા' એ કૃતિઓ સામાન્ય રીતે સં. ૧૭૦૧ની બે કૃતિઓ અને સં.૧૭૦૫ની એક કૃતિ એના વચલા ગાળામાં રચાઈ લેખી શકાય. કૃષ્ણલાલ મો. ઝવેરીએ “પંચદશીતાત્પર્ય અને પરમપદપ્રાપ્તિ નામે બે ગ્રંથ અખાના હોવાનો નિર્દેશ કર્યો છે પણ તે હજી જોવામાં આવ્યા નથી.19 પંચીકરણ'૧૮ ૧૦૨ ચારચરણી ચોપાઈની સળંગ કૃતિ છે. કચરણી ચોપાઈની ૨૩ કડીઓનું “પંચીકરણ અંગ’ એ છપ્પાની ધાટીએ થયેલું એનું પ્રથમ ડોળિયું હોય. એમાં એને પંચભૂતની કડીઓ ટૂંકાવવી પડી છે, ચારચરણી કરવી પડી છે. કદાચ એને પછીથી એમ લાગ્યું હોય કે લાંબી રચના ચારચરણી ચોપાઈમાં જ રેલાવવી સુકર રહેશે. પછી બે સંવાદકાવ્યોમાં પણ એ પ્રયોગ અને ખપ લાગ્યો છે. પંચીકરણ જેવી શાસ્ત્રીય માહિતીની રચનામાં પણ અખાનાં સમજ, દષ્ટિ, વ્યાપ અને અભિવ્યક્તિલાઘવનો તેમ જ કવચિત્ ચમત્કૃતિનો અનુભવ થાય છે. શૂન્યમાં કારનો ધ્વનિ ઊઠતાં ત્રણ ગુણો જન્મે છે. પરાવાણી અવ્યક્ત છે, પયંતી સત્ત્વગુણ (વિષ્ણુ) કક્ષાએ, મધ્યમાં રજોગુણ (બ્રહ્મા) કક્ષાએ અને વૈખરી તમોગુણ રુદ્રય કક્ષાએ છે : વસ્તુ વિષે સ્વભાવું શૂન્ય, તે માંહાં પ્રણવ ઉઠે ધૂન્ય, તે ઓંકાર જાણે ત્રિવર્ગ, તત્ત્વ તે તેહેનો ઉપસર્ગ. ૪ તે ઓઅંકાર અવીત અંકોર, તે ત્રીધા થાઈ અવાચ્યનિ જોર્ય, પરા એ અવકત ઈિ માઈ, પસંતી વર્ણો સમો ગૅણ થાઈ. ૯૨ મધ્યમાં બ્રહ્મા રજોગુણરૂપ, વૈખરી રુદ્ર સંઘારણ ભૂપ...૯૩ ચૌદ લોકમાં વિરાટ ફેલાયો છે તે ઉંબરાના ફળવાના સુરેખ દૃષ્ટાન્નથી એ વર્ણવે છે : જ્યમ ઉંબર વક્ષ થડથી ફલિ, મૂલ ટોચ્ય સૂધાં ફલ નીકલિ, ત્યમ ચૌદ લોક સૂધા સર્વ જંત, એ વૈરાટ ફલો $િ માંહિનો તંતું૯૬ હસ્તપ્રતોની ભાષા-લખાવટ કેવી હોય છે તેનો અને અખાના સમયની ભાષાનો કાંઈક ખ્યાલ પણ ઉપરનાં અવતરણોથી આવશે. છિં, નીકલિ એ જૂની ગુજરાતી“મારુગુર્જર-નાં રૂપો હજી ચાલુ છે, કાંઈ નહીં તો લખાવટમાં, લહિયાઓ જૂની ભાષાની નકલો કરે એટલે ભાષાની થોડીક અગાઉની કક્ષાને જાળવવા પ્રેરાવાના. ઉપર બંને ઠેકાણે ઉચ્ચારણ છે: “નીકલે એટલે કે “એ') છે.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy