SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૩૯૩ છે એટલા પૂરતાં એ નામોને ભેગાં ગૂંથ્યાં છે અને એમાં તેઓની સારી નુકતેચીની થઈ છે. પણ એ ચાર એક ગુરુના શિષ્યો હતા એવું એમાં કયાંય સૂચન સરખું નથી. ખરી વાત એ છે કે “અખેગીતા' રચાઈ તે જ અરસામાં ગોપાળે રચેલ જ્ઞાનપ્રકાશ” અથવા “ગોપાળગીતા'માં ગુરુનું નામ સોમરાજ આપ્યું છે. “સતગુરુ સ્વામી શ્રી સોમરાજ કૃપા થકી હવું ગ્રંથકાજ.' એક ભજનમાં પણ પોતાનું અને ગુરુનું નામ એણે ગૂંચ્યું છે : “મેં મતવાલા રામ કા, અજર પ્યાલા પ્રેમ કા મુજ અસર આયા રે, મસ્ત ભયા ગોપાલિયા સોમરાજ પિવાડ્યા રે.૧૨ અખા જેવા અખાની પણ ગાદી સ્થપાઈ! અને પહેલા ગાદીપર તરીકે બ્રહ્માનંદનું નામ મુકાયું! કહાનવા બંગલાનું ગુરુ-પેઢીનામું (‘અક્ષયવૃક્ષ') મળે છે જે તે પરથી ત્રણસો જેટલાં વરસમાં સાત-આઠ ગુરુઓ ગાદી ઉપર આવ્યાનું ઠરે છે, જે પ્રતીતિકર નથી. લોહીની સગાઈની-સંતતિની પેઢીઓ પણ એટલા ગાળામાં વધુ થાય, જ્યારે ગુરુ વૃદ્ધાવસ્થામાં ગાદી પર આવે, થોડા વરસમાં સદૂગત થાય, બીજા ગુરુ પણ પ્રૌઢ હોય, વળી થોડાં વરસોમાં ગાદીધર બદલાય, એ જોતાં પુત્રપેઢીઓ કરતાં શિષ્યપેઢીઓ તો ઘણી વધારે થાય. આ “ગાદી એટલું બતાવે છે કે અખાનાં લખાણોએ ઠીકઠીક રસ ઉપજાવ્યો હોવો જોઈએ. મને મહાદેવભાઈ દેસાઈ પાસેથી જાણવા મળ્યું હતું કે તેઓએ ઉમરેઠડાકોર બાજુ અખાનાં ભજનો ગવાતાં સાંભળી તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે ત્યાં રીતસરની એક ‘અખામંડળી” ચાલતી હતી, જેની પાસેથી તેઓને અખાનાં અપ્રસિદ્ધ એવાં કેટલાંક સુંદર પદ સાંભળવા મળ્યાં હતાં.૧૪ ૩. કૃતિઓપ ૧. પંચીકરણ' આદિ ગૌણ કૃતિઓ પંચીકરણ’ અને ‘ગુરુશિષ્યસંવાદ સં. ૧૭૦૧માં અને ‘અખેગીતા' સં.૧૭૦૫માં રચાયાના તે તે કૃતિઓની હસ્તપ્રતોમાં ઉલ્લેખો મળે છે. પરિણતપ્રજ્ઞાની કૃતિઓમાં અનુભવબિંદુ એ “અખેગીતા' લખાયાના અરસાની, સંભવતઃ તેની પછીની કૃતિ છે અને છપ્પા', કોઈ કોઈ હસ્તપ્રતમાં મળતું એનું એક પંચીકરણ અંગ’ પ્રથમ પ્રબંધ-રચના પંચીકરણ”નો ભાગ બન્યું છે એ જોતાં, સં. ૧૭૦૧ પહેલાં રચાવા શરૂ થયા છે અને ‘અખેગીતા' પછીના સમય સુધી રચાતા રહ્યા હોવા સંભવ છે. છૂટક મળતાં પદ' અને “સખી–દૂહા' વગેરે પણ છૂટક છૂટક લાંબા સમયમાં એકઠાં થતાં ગયાં હોય. બાકીની કૃતિઓ ‘ચિત્તવિચારસંવાદ', કૈવલ્યગીતા', “અખાજીનો
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy