SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ ૩૭૯ જ આ વિસાધકોની નેમ છે. એમ છતાં એમણે સગુણ ઉપાસનાનો કે ભક્તિનો આત્યન્તિક નિષેધ કર્યો નથી, બલકે ભક્તિ-જ્ઞાનનો સહયોગ સ્વીકારી સાધનાનું એક નવું જ રૂપ સર્જ્યું છે. નરસિંહ-મીરાં જેવી સાધક જોડીમાં અપરોક્ષાનુભૂતિનો આનંદ કાવ્યોારનું રૂપ પણ લઈ શક્યો છે. અન્ય સાધકોએ પોતાના અનુભવને મૂર્તરૂપ આપવાના પ્રયત્નરૂપે વિભિન્ન કાવ્યરૂપો પણ આપ્યાં છે. તેથી આપણું મધ્યકાલીન સાહિત્ય સમૃદ્ધિ પામ્યું છે. સંદર્ભનોંધ : આ લખાણમાં ધનરાજ, કૃષ્ણજી અને નરહરિના અભ્યાસ માટે નરહિરની જ્ઞાનગીતાઃ જ્ઞાનમાર્ગી પરંપરાના અભ્યાસ સહિત' એ શીર્ષક હેઠળ લખાયેલ સુરેશ જોષીના મહાનિબંધનો છૂટે હાથે ઉપયોગ કર્યો છે, એનો ઋણસ્વીકાર કરું છું. ૧ ૨ ૩ ૪ ૫ ૬ છ (અ)ગુજરાતી સાહિત્ય ભાગ : ૧, (૧૯૫૪) અનંતરાય રાવળ. પૃ. ૮૮ (આ) ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન ખંડ : ૧ કે. કા. શાસ્ત્રી જ્ઞાનમાર્ગી પરંપરાનાં મૂળ ઠેઠ વેદસાહિત્યમાં મળી આવે છે. અને એ પછી એનો સ્રોત ઉપનિષદ, બૌ–જૈન ધર્મ, તાંત્રિક માર્ગ, નાથસંપ્રદાય, વૈષ્ણવ સહજિય સંપ્રદાય, સૂફીસાધનામાં અને આજ પર્યન્ત અસ્ખલિત વહ્યો જાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ પરંપરા કેવુંક અનુસંધાન બતાવે છે, એના વિસ્તૃત અભ્યાસ માટે જુઓ સુરેશ જોષીનો ઉપર્યુક્ત મહાનિબંધ. સરખાવો : પણ જ્ઞાન તો છે આતમસૂઝ' (સગુણ ભક્તિઅંગ : ‘અખાના છપ્પા.') સરખાવો : ૧ જ્ઞાન વિના ભક્તિ નવ થાય, જ્યમ ચક્ષુહીણો જ્યાં ત્યાં અથડાય. (દંભભક્તિઅંગ, ‘અખાના છપ્પા.') ૨. ભેદ કરે ભક્તિજ્ઞાનમાં તે ન૨ જાણજો મૂઢ રે(નરહિર.) ગુજરાતી જ્ઞાનાશ્રયી કવિતામાં બ્રહ્મ અને જીવ, જીવ અને જ્ગત આદિ તત્ત્વની સ્વરૂપચર્ચારૂપે વેદાન્તવિષયનું નિરૂપણ કરતી રચનાઓ પણ છે જ. પરંતુ એ કૃતિઓના સંદર્ભમાં નહિ, એ પદરચનાઓના સંદર્ભમાં જ આ વિધાન છે, એ ધ્યાનમાં રહેવું ઘટે. ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિઓની કૃતિઓમાં સાધનાનું આ સ્વરૂપ ઉકેલવાની પ્રે૨ણા મહર્ષિ અરવિંદની ‘મા કૃતિ પરથી મને મળી છે. યોગસાધનામાં સાધકનો શો પુરુષાર્થ હોવો જોઈએ એ સંદર્ભમાં એઓશ્રીએ અભીપ્સા, પરિત્યાગ અને સમર્પણ-એ વિવિધ પુરુષાર્થની વાત કરી છે. જુઓ ‘મા’ (૧૯૭૦) પૃ.૧૧. પદ્યસ્વરૂપની વિસ્તૃત ચર્ચા અહીં અપ્રસ્તુત હોવાથી ટાળી છે. પદ્યસ્વરૂપની ચર્ચા માટે જુઓ ઉપર્યુક્ત મહાનિબંધ, પરિશિષ્ટ-૨. પૃ.૮૧૩-૮૧૯, આ પદો નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ (૧૯૧૩) (પૃ.૪૬૯-૪૯૫)માં પ્રસિદ્ધ થયાં છે.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy