SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ સ્વીકાર્યું હતું તેમ નરહરિએ પણ એ સાધનોનો સ્વીકાર કરવાનું ઉદ્બોધન કર્યું છે. પ્રભાત લીજે રે પ્રાણી પરબ્રહ્મ નાંમ નીતર કૃષ્ણ જપો ગોવિંદરાય પાછલી ખટઘડી રાતણોએ ભારે જોગીને ધરવું કેવળ ધાન.' ‘કુપટ તઝીને કહેજે રામ તે નર પામે વઈકુંઠ ઠામ.” જ્ઞાનગીતામાં પણ એણે કહ્યું છે કે “એક-મનાં હરી ભજો નરનારી’, નરહરિની વાણીમાં, અહીં, ઉબોધન હોવાથી અનુભવ-સાધનાનું પ્રામાણ્ય, અલબત્ત, પ્રતીત થતું નથી. પરંતુ અન્યત્ર જ્ઞાનનિષ્ઠ ભક્તિની વાત એ કરે છે, ત્યારે આ ઠાલો ઉપદેશ નથી, એમ સમજાય છે. એણે કહ્યું છે કે “ભકત્ય જ્ઞાન અનુભવ રદિ આંણો, કેવલ રામ નીરંતર જાણો.” “કેવલ રામને અનુભવગોચર બનાવવાનો છે. એ માટે સ્થિર મનની આવશ્યકતા પણ એણે જોઈ છે. એ મંન મરતાં કાજ શીઝિ તત્ત્વ તે ત્યાં હારિ લહિ. મનને અ-મનની ભૂમિકાએ લઈ જવાથી બ્રહ્માનુભૂતિ થાય, એવી અખાની વાતનો જ આ પુરોગામી ઉગાર છે. મનની વૃત્તિઓને કારણે અનુભવાતું ચાંચલ્ય દૂર કરવાની વાત છે. એથી વૃત્તિઓનો વિરોધ કરવાનો એમાં આદેશ જોઈ શકાય છે. ‘આત્મા સાચો’ અને ‘પિંડ કાચો’ એ વિવેકપ્રાપ્તિ માટે સત્સંગનો મહિમા અને સદ્ગુરુસેવાનો ઉલ્લેખ પણ એણે કર્યો છે. પરમાત્માની અનુભૂતિ માટે સ્થૂળ ઇન્દ્રિયો પર્યાપ્ત નથી.” અજપા જાપ જપી મનને સહજ શૂન્યમાં સ્થિર કરવાથી એ નિરાકાર નિરંજનનું દિવ્ય દર્શન થશે, એવી વાત પણ એણે કરી છે. જાપ જપો જીભ વીના અને શ્રવણ વીના સૂણો ધન્ય નેત્ર વીના નીરખો નીરંજન રાષી મન સહજ શૂન્ય' અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓની અધ્યાત્મજ્ઞાન માટેની સાધનાનું સ્વરૂપ સમજવાનો અહીં આપણે પ્રયત્ન કર્યો. આ સાધનામાં વિશેષ ધ્યાન ખેંચે એવી કોઈ વાત હોય તો તે એ છે કે અહીં નિર્દિષ્ટ બધા કવિસાધકો સંપ્રદાય બુદ્ધિથી ઊફરી રહ્યા છે. પરમતત્ત્વના અનુભૂતિ માટે કોઈ બાહ્ય સાધનોની આવશ્યકતા એમણે સ્વીકારી નથી; આત્માનુભૂતિ માટે અંતર્મુખી બનાવાની વાત સૌએ એક અવાજે કરી છે. અંતર્મુખી સાધનાની પ્રક્રિયા લેખે નામસ્મરણ, સંતસંગત, સદ્ગુરુની કૃપા એવાં સહજપ્રાપ્ત સરળ સાધનો એમને સ્વીકાર્ય છે. આ સાધનાપંથ સહજ-સરળ છે, એનો અર્થ એવો નથી કે એમાં કોઈ સાહસ નથી! કવિસાધકોએ વારંવાર ક્યારેક જાત-અનુભવ રૂપે કે ક્યારેક કેવળ ઉપદેશરૂપે આ માર્ગની વિકટતાનો ખ્યાલ આપ્યો છે. આ માર્ગ મરજીવિયાનો છે, એમ કહેવામાં આ જ વક્તવ્ય છે. પરમ ચેતના નિરાકાર અને નિરંજન-નિર્ગુણ છે. આ તત્ત્વની અનુભૂતિ કરવાની
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy