SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ મીરાંની સમકાલીન મહાન સ્પેનીશ સંત અને ભક્ત સેન્ટ તેરેસાની પ્રાર્થનાપોથીમાંથી એના મૃત્યુ પછી એનું જે કાવ્ય મળી આવ્યું હતું એમાં આ આત્મબોધ છે, ‘Nada te turbe-Nada te espante-Todo se pasa-Dios no se muda-La paciencia todo lo aleanga-quien a dios tiene-Nada te falta-Solo Dios basta’– ‘કશું તને ક્ષુબ્ધ ન કરો-કશું તને ભયભીત ન કરો-બધું જ ક્ષણિક પરમેશ્વર શાશ્વત છે– ધૃતિથી બધું મળે છે – જેને પરમેશ્વર મળે – એને પછી શું મેળવવાનું રહ્યું? –માત્ર પરમેશ્વર મળે એટલે બસ'. સ્પેનીશ ભાષામાં અને સ્પેઈનના રહસ્યદર્શી સંતો અને ભક્તોની ભાષામાં, સવિશેષ સેન્ટ જહૉન ઑફ ધ ક્રોસના ગદ્યગ્રંથોમાં Nada- કંઈ નહીં, શૂન્ય અને Todo—બધું, સર્વ એ બે શબ્દો સૂચક છે. પરમેશ્વર બધું જ છે, સર્વ છે; પરમેશ્વર સિવાયનું જે કંઈ છે તે કંઈ નથી, શૂન્ય છે. છે મીરાંના સમકાલીન મહાન સ્પેનીશ સંત અને ભક્ત સેન્ટ જહૉન ઑફ ધ ક્રૉસની વાણીમાં ‘The soul that desires God to surrender Himself to it wholly must surrender itself to Him wholly and leave nothing for itself....Walk in solitude with God.’ પરમેશ્વર સ્વયં પોતાને સંપૂર્ણ આત્મનિવેદન કરે એમ જે આત્મા ઇચ્છે છે એણે ૫૨મેશ્વરને સંપૂર્ણ આત્મનિવેદન કરવું રહ્યું, એણે પોતાને માટે કશું જ ઇચ્છવું ન જોઈએ... એણે પરમેશ્વરની સાથે એકાન્તમાં વિહરવું જોઈએ.' એ હવે ‘ફરત ઉદાસ’- ઉદાસ, ઉદાસીન છે. ‘તત્ પ્રાપ્ય તદ્ વ અવલોતિ તદ્ વ કૃોતિ તદ્ વ ભાષાંત તદ્ વ ચિન્તયતિ” એને પામીને હવે એ એનું જ દર્શન કરે છે, એનું જ શ્રવણ કરે છે, એનું જ ભજનકીર્તન કરે છે, એનું જ ચિન્તન કરે છે. અને મૃત્ જ્ઞાત્વી મત્તો મતિ, સ્તવ્યો મવતિ, આત્મારામા મતિ' એને જાણીને હવે એ મત્ત છે, સ્તબ્ધ છે, આત્માથી આત્મામાં પ્રસન્ન છે. વળી આ પ્રેમ પ્રતિક્ષા વર્ધમાનન્ અવિચ્છિન્નમ્ સૂક્ષ્મતરમ્ અનુભવરૂપમ્” -ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે, અતૂટ હોય છે, સૂક્ષ્મતર હોય છે અને અનુભવરૂપ એટલે કે અનુભવથી જ સમજાય છે. મીરાંને નાનપણમાં જ પરેમશ્વરનો અનુભવ થયો અને તે જ ક્ષણે અને ત્યારે પછી જીવનભર ક્ષણે ક્ષણે એણે એનો સંપૂર્ણ સ્વીકાર–પુરસ્કાર કર્યો એથી મીરાંનો પ્રેમ નકારાત્મક, પ્રતિકારાત્મક, પ્રતિક્રિયારૂપ ન હતો; હકારાત્મક હતો. મીરાંનો પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ એ સ્વીકાર–પુરસ્કારનું સાહસ હતું. એ જગત અને જીવનમાંથી, સંસારમાંથી કોઈ ભયભીત, ભીરુ, કાયર વ્યક્તિનું પલાયન ન હતું. મીરાંને જગત અને જીવન પ્રત્યે, સંસાર પ્રત્યે વૈરાગ્ય હતો એથી એને પરમેશ્વર પ્રત્યે રાગ ન હતો. પણ મીરાંને –
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy