SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ છે. એ દૃષ્ટિએ આ અલ્પજ્ઞાત કવિની કાવ્યસિદ્ધિ અવશ્ય અનલ્પ છે. કાવ્યનો પ્રારંભ આમ થાય છે :૧૭ ભારતી પ્રારથી પ્રણમુંય વર્ણવું અ મદનમુરિ, દેવ દ્વારામતી જઇ રહિયા, વિરહ હૂંઉ વ્રજનાર. ૧ ગોપકન્યા કરð વાતડી, રાતડી કિમ્હઈ ન વિહાઈ, વાહલુ વિદેસિ જઇ રહિઉ, અમ્હે મેહલ્યાં ગોકલમાહિ.' ૨ અક્રૂર કૃષ્ણને રથમાં બેસાડીને લઈ ગયા ત્યારે એમને વળાવીને આવતી ગોપીઓની સ્થિતિ આવી હતી : વાર્લિભ વુલાવી વળ્યાં, ગલી ગલી પડઇ રે શરીર, પાછા પગ ચાલિ નહીં, વહિ વલી નયણે નીર.' ૨૨ મથુરામાં ગયેલા, અનેક રાજકાર્યમાં વ્યસ્ત છતાં, કૃષ્ણ ગોપીઓને ભૂલ્યા નથીઃ મધુપુર માધવ જઇ રહિયા, ઉધવસું કીધુ આલોચ, વેગિ તુમ્હે જાઉ ગોકલ, ગોપી કરિસ શોક.’ ૩૪ નંદયશોદાનાં ઉદ્ધવની પાસે કૃષ્ણનાં બાલ્યવયનાં પરાક્રમો વર્ણવતાં નયનો આંસુથી છલકાઈ જાય છેઃ નંદ-યશોદા વાત કરિ, નીરનીઝરણી નયણાં ઝરઇ. ૪૧ કેતલા ક્રિષ્ણના ગુણ સંભારું, મોકલ્યા તે અભાગ્ય અાદું; રામ નિ ક્રિષ્ણની કરતાં વાત, ગુણ સંભારતાં થયું પ્રભાત.' ૪૫ પણ ગોપીઓના શોકભારને તો કોઈ સીમા નથી. ઉદ્ધવને એ કૃષ્ણના સંદેશા માટે પૂછે છે : મથુરાં થિકા તમ્હે આવીયા, લાવીયા કાંઈ સંદેસ? કાં ન પધારવા શ્રીકૃષ્ણજી? હતિ રહિયા સિઇ લવલેશિ ૫૪ તે ગાઈ, ગોકલ, તે આહીર, તેહ જ વૃંદાવન, યમનાં તીર, ચાંદરણી રાતિ નઈ કહિ રે બાલી, સર્વ સૂનું એક ક્રિષ્ણ ટાલી.' ૫૯ અને પછી કૃષ્ણને ‘ભ્રમર-કાવ્યો'ની પરંપરાને અનુસરતાં ઉપાલંભનાં વચનો કહેવરાવે છે :
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy