SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ફાગુ સાહિત્ય : જૈન અને જૈનેતર ૨૮૫ પહિરીય રણકતાં નૂપુર રૂપ રચી વર અંગિ, ચાલી જગાવતી કામ રે કાંમ ધરીય શ્રીરંગિ. ૪૬ પહિરી અમૂલિક અંશુક કિંશુક-નિવા શરીર, ચાલિ ગજ-ગતિ લહકતિ બહિકતી અગરિ આહિરિ.૧૫ ૪૭ ગોપીઓનું રાસલીલાનું વર્ણન જુઓ : “નિશિ-ભરિ નાચઈ ગોપીય લોપીય લાજની રેખ, દહ દિસિ દિસવિ ભમરીય સમરીય માધવ વેખ. ૧૦૯ નાચઈ નિત નવું નારીય ચારીય શ્રીરંગ-સાથિ, રાગ વસંત તે આલવિ ચાલવિ વલ્લકી હાથિ. ૧૧૦ માન ધરઈ એક તાલીય તાલીય કર-તલિ નારિ, થાપિઉં જીણઇ દ્રપદિ દ્રુપદિ ગાઈ મુરારિ.૧ ૧૧૧ એ પછી ગોપાંગનાઓના શૃંગારનું વર્ણન કર્યું છે; એમાં પદે પદે વસંતવિલાસની કાવ્યપંક્તિઓના પડઘા સંભળાય છે. પ્રાસાદિક, ઋજુતાભરી, મનોહારિણી કવિતાનું “હરિવિલાસ' એક ઉત્તમ ઉદાહરણ છે. ચતુર્ભુજમૃત ‘ભ્રમરગીતાફાગ – ચતુર્ભુજકત “ભ્રમરગીતાફાગ' ઈ.સ. ૧૫૨૦ (સં.૧૫૭૬) માં રચાયો છે. એની પુષ્પિકામાં એનું અપરનામ “શ્રીકૃષ્ણગોપી વિરહમલાપક ભ્રમરગીતા' આપ્યું છે, જે એના ગોપીવિરહવર્ણનના વિષયને ચરિતાર્થ કરે છે. એની ૯૯ કડીઓ છે. એકાંતરે આવતા દુહા અને છંદ (-ઝૂલણાનો ઉત્તરાર્ધ, ૧૭ માત્રાનો, જેને હિંદી પિંગળગ્રંથોમાં “ચંદ્ર' છંદનું નામ આપ્યું છે-) વડે એનો પદ્યબંધ ઘડાયો છે. દુહાનાં કેટલાંક ચરણોમાં આંતરયમક સધાયો છે, પણ સર્વત્ર એમ થયું નથી. “શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં આવતા ઉદ્ધવ-સંદેશમાં આ કાવ્યનું મૂળ છે. શ્રી કૃષ્ણ અધૂરની સાથે ગોકુળથી મથુરા જાય છે તે સમયે મુગ્ધ ગોપીઓનો અપરંપાર શોક કવિએ ખૂબ લાગણીવશ બનીને વર્ણવ્યો છે. મથુરામાં કંસનો વધ કર્યા પછી ગોપીઓના સાન્તન માટે શ્રી કૃષ્ણ ઉદ્ધવને ગોકુળ મોકલાવે છે. ત્યારે ગોપીઓના મનમાં પૂર્વે કૃષ્ણ સાથે કરેલા વિહારોનાં સ્મરણો ઝબકી રહે છે, અને ઊંડા શોકમાં એ નિમગ્ન બને છે. કૃષ્ણને એ ઉપાલંભ પાઠવે છે. કવિનું ગોપીઓની વિરહવેદનાનું વર્ણન સચોટ છે, અને એની કરુણરસની નિષ્પત્તિ અસાધારણ માર્મિક
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy