SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબન્ધ સાહિત્ય અને પદ્મનાભ ૨૭૩ પાપપુણ્યની માન્યતાઓનું વિગતે નિરુપણ કર્યું છે. બાન પકડાયેલા લોકો આક્રંદ કરે છે કે અમે કોઈ પૂર્વજન્મે આવાં પાપ કર્યાં હશે તેથી તુર્કોના હાથમાં આવી પડ્યા છીએ' : કૂડી સાખિ કઇ અમ્હે દીધી, કઇ ચડાવ્યાં આલ; કઇ જણણી ઉછરંગિ રમંતાં થાનવિછોહ્યાં બાલ. ગાઈ તણાં કઇ ગોચર ખેડ્યાં, કઇ લોપ્યા આઘાટ; કઇ અમ્હે જઇ જંગલ મુધ લીધાં, કઇ કિહાં પાડી વાટ. કઇ અમ્હે કુલઆચાર લોપીઉ, કઈ સંભેડા લાયા. કઇ પરનારીગમન આચાર્યાં, કીધાં પાતિક પંચ, ખાધાં ધાન ઉલવઇ બઈસી, છોરૂ કીધાં વંચ. ભર્યાં સરોવ૨ પાલિ ઊસાસી, પીપલિ દીધા ઘાઉં, દેવ તણા પ્રાસાદ પડાવ્યા, કઇ હિર લાઉ પાઉ. લાખ લૂણ તિલ વુહર્યાં વીયા, કન્યાવિક્રય કીધા; સોમ સૂર કઇ રાહુ ગિલંતઇ મહાદાન કો લીધાં. કઇ વિશ્વાસઘાત અમ્હેં કીધા, કઇ અવગુણીયાં પાત્ર; કઇ ધન પ્રાણિ પિયારાં ડૂંટી પામર પોષ્યાં ગાત્ર. કઇ અમ્હે સ્વામિદ્રોહ આચરીયા, કીધાં આસવપાન, કઇ અમ્હે બ્રહ્મ ઘાત કો કીધા, કઇ પાડ્યા બંધાન. તુરક તણઈ બંધાનઈ પડીયાં, કહઉ અમ્હે કેહઈ પાપિ.?”(૧:૧૬૦–૧૭૦) આ જ રીતે પદ્મનાભે પ્રથમ ખંડના અંતભાગમાં સવિસ્તર પુણ્યપ્રશંસા કરી છે. એમાં પુણ્યવંત જન કેવી રીતે આરોગ્ય, ઐશ્વર્ય, સુખસમુદ્ધિ, ઉત્તમ સ્વજનો, રાજમાન, ભોગવિલાસ ઇ. પામે છે એનું વર્ણન કર્યું છે. આમ આ પ્રબન્ધના પટમાં કવિએ તે સમયની સામાજિક પરિસ્થિતિ અને રીત-રિવાજોનું ભાતીગળ ચિત્ર ખૂબ કૌશલથી વણી લીધું છે. ભાષાદૃષ્ટિએ મહત્ત્વ ‘કાન્હડદે પ્રબંધ’નું ભાષાષ્ટિએ પણ અસાધારણ મહત્ત્વ છે. વિ.સં.૧૩૦૦ થી ૧૫૦૦ સુધીનો પ્રાચીન ગુજરાતીનો ઊગમકાળ વટાવીને મધ્યકાલીન ગુજરાતી ભાષા
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy