SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ બ્રાહ્મણ સહિસ પંચતાલીસ, પૃથિવી દેવ અવતરીયા જૈસ, અંગ સહિત છઇ આરઈ વેદ, જિહાં વરતઇ આઠઈ વ્યાકરણ, ભિન્નમાલનું કિસ્યું વષાણ, વિદ્યા ચઉદ અઢાર પુરાણ. આયુર્વેદ ભરહ સંગીત, જ્યોતિષ પિંગલ વિષય વિનીત. વાજી નાટક વિદ્યા ઘણી, બ્રહ્મપુરી ચહૂઆણા તણી. શ્રીમાલીનાં ગિરુઆં ગોત્ર, થિર ઘિર અવસથ અગ્નિહોત્ર. સ્મૃતિવિચારના જાણઇ મર્મ, નિતુ નિતુ આચરીઇ ષટકર્મ. ઇંદ્રાદિક દેવનઉ વિભાગ, ભિન્નમાલિ નિતુ કીજઇ જ્યાગ. ભેટ્યાં પાતિક જાઇ નાસિ, ધોતી ઊગાઇ આગાસિ. સહસ અઠયાસી અગાઈ સર્યા, જાણે વલી તેજિ અવતર્યા.' (૩:૨૨-૨૮) રાજપૂતો નીતિમાન, શૂરવીર, ઉદાર, ધર્મપ્રતિપાલક, સ્વામીનું પ્રાણાંતે પણ કાર્ય કરનારા હતા. પહેલી ‘ભડાઉથ’ (ભટાવલી, અર્થાત્, ‘સુભટપ્રશસ્તિ')માં પદ્મનાભે ક્ષત્રિય યોદ્ધાઓનું તાદશ ચિત્ર આપ્યું છે : “કિસ્યા ખિત્રી... લુઘસંધાનીક, વીરાધિવીર, આકરણાંત મૂંછ, નાભિપ્રમાણ ફ્રેંચ, ઉદાર ઝાર, હઈઇ સુવિચાર, થોડું બોલઈ, ..,પરનારીસહોદર, સંગ્રામિ સધર, બોલાવી મારઈ, મારી મરઈ, આપણા સ્વામી ત કાજ કઇ, છત્રીસઇ દંડાયુધ ધરઈ...' (ખંડ૧:ભડાઉલ) રાજસભામાં શ્રીગરણા, વઈગરણા, સાહિતા, નગરતલાર, મસાહણી, ભંડારી, કોઠારી, વગેરે રાજસેવકો હતા. જીતની વધામણી લઈને વેગવંત સાંઢણી ઉ૫૨ જનારા રબારીઓના ઉલ્લેખો પણ પ્રબન્ધમાં મળે છે. લગ્નવિધિના બેએક ઉલ્લેખો પણ આ કાવ્યમાં મળે છે, તે ઉપરથી એ વખતની લગ્નપ્રથાનો ખ્યાલ આવે છે. અંત્યેષ્ટિ વિધિઓનું નિદર્શન પણ ‘કાન્હડદે પ્રબન્ધ'માં સચવાયું છે. એ યુગનું જમણ પણ કૌતુક ઉપજાવે તેવું છે. કાન્હડદેના ભોજનનું વર્ણન કરતાં કવિએ એ સમયનાં મિષ્ટાનો અને અન્ય વાનીઓ ગણાવી છે : સેવ સંહાલી લાડૂ ગલ્યા, આછા માંડા પાપડ તલ્યા, ખાજે ખડક સાલણે વડી, કૂરકપૂર તલી પાપડી. પંચધાર લાપસી કંસાર, ધાન રસોઈ ભાવ અઢાર. અતિ ઊજલાં ઢપાલાં દહી, ભુંજાઈ એ રાઉલ લહી. પાન કપૂર દીઇ થઇઆત, ચોઆ સુર તુર ચોલીઇ હાથ.' (૪:૫૦, ૫૧, ૫૨) મુસલમાન લશ્કરે પકડેલાં બાનોનાં આક્રંદ નિમિત્તે કવિએ એ યુગની
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy