SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબન્ધ સાહિત્ય અને પદ્મનાભ ૨૬૩ કવિ વિષે કેટલાંક અનુમાનો તારવી શકાય છે. જેમ કે, પદ્મનાભ વિદ્વાનું છે અને સમર્થ કવિ છે, અને એની બાની રસાળ અને મનોહર છે. એને “પુષ્યવિવેનું બિરુદ પ્રાપ્ત થયું છે. એણે પોતાના આશ્રયદાતા અખેરાજની સૂચનાથી મા ભારતીના પ્રસાદથી આ સરસ પ્રબન્ધની રચના કરી છે. આ વિષે કવિની પોતાની જ વાણી સાંભળીએ : “પદ્મનાભપંડિત સુકવિ, વાણી વચન સુરંગ, કરતિ સોનિગિરા તણી તિણિ ઉચ્ચારી સુચંગ'. (ખંડ૧, ૪). ‘વિસલનગરઉ નાગર એક, પદ્મનાભ કવિ પુણ્યવિવેક, એહવું બિરદઆદરઈ પસાઈ, અક્ષરબંધ બુદ્ધિરસ થાઈ, અખઈરાજ સીષામણ સરી, પદમનાભ કરતિ વિસ્તરી.' ખંડ ૪ ૩૪૦, ૩૪૧) પોતે “પંડિત, સુકવિ' છે, અને પુણ્યવિવેક'નું બિરુદ ધારણ કરે છે, એમાં કવિની આત્મશ્લાઘા સમજવાની નથી; એને કવિના આત્મવિશ્વાસનાં વચનો સમજવાનાં છે. આ આત્મશ્રદ્ધાનો રણકો કવિની આ રચના પ્રૌઢ વયની અને શ્રેષ્ઠ હતી એમ દર્શાવે છે. “આ રસભરિત પ્રબન્ધના ચારે ખંડ નવનીત જેવા મધુરકોમળ છે, એના દુહા, ચોપાઈ અને મનોહર ગીતો મનને રસોલ્લાસથી ભરી દે છે : આરિ ખંડ જિયાં નવનીત, દૂહા ચઉપઈ મધુરાં ગીત, સાંભળતાં સરીસ ઉલ્હસઈ, ચઉપઈ બંધ ઇસી ઈગ્યારસઈ. ખંડ૪૩૪૨) કવિના પોતાની રચના વિષેના આ કથનમાં લેશમાત્ર અયુક્તિ નથી, પરંતુ સાચી વાસ્તવદર્શી આત્મશ્રદ્ધાનો રણકો છે. વસ્તુતઃ દીર્ઘકાલની કવિત્વસિદ્ધિ કવિના આ સાહજિક કથનની પાછળ રહેલી છે એમાં શંકા નથી. આચાર્ય મુનિશ્રી જિનવિજયજી એથી જ સમુચિત રીતે જ આ પ્રબન્ધને બહુ જ ઉન્નત ભાવવાળી અને બહુ જ પુણ્યદાયિની રચના કહે છે, અને એના રચયિતા પદ્મનાભને મધ્યકાલીન કવિઓમાં “મહાકવિ'ના પદનો અધિકારી માને છે." પદ્મનાભ બહુશ્રુત કવિ છે. એને તત્કાલીન ઇતિહાસનો પ્રગાઢ પરિચય છે, ભારતની ભૂગોળ વિષે એની પાસે ઝીણવટભરી સંપૂર્ણ માહિતી છે, અને ઇતિહાસ -પુરાણ-ધર્મશાસ્ત્રાદિકનું એને સમ્યક જ્ઞાન છે. એ રાજકવિ હોઈ તેને રાજદરબારી રીતરસમોનો અનુભવ છે. એથી જ ક્ષત્રિય કુલોનાં, ક્ષત્રિય યોદ્ધાઓનાં, અને રાજદરબારોની દૈનંદિન ચર્યાનાં કવિએ સુંદર ચિત્રો આલેખ્યાં છે. આ દરબારોમાં મુસલમાન અમીરો, રાજદૂતો, અધિકારીઓ વગેરે રાજ્યકાર્ય નિમિત્તે આવતા હશે.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy