SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧ એ સર્વ અંગઉપાંગ એકસરખાં મનોહર છે. મહાકવિ પદ્મનાભરચિત અહૃહવે પ્રજન્ય રાજસ્થાનના ચૌહાણ કુલ શિરોમણિ વીર કાન્હડદેએ સ્વધર્મ અને સ્વદેશરક્ષાને નિમિત્તે જે અનુપમ બલિદાન આપ્યું એની કીર્તિગાથા છે. એ વિશુદ્ધ ધર્મપ્રેમ, ઉન્નત રાષ્ટ્રપ્રેમ, અને ઉત્તમ સદાચાએમ અને સાત્ત્વિક સત્યપ્રેમનો એક પ્રશસ્ત પુણ્યસ્ત્રોત છે. આ કાવ્યપ્રબન્ધ શુદ્ધ ઐતિહાસિક કાવ્ય છે. એની ઘટનાઓ મહદ્ અંશે ઈતિહાસસમર્થિત છે. પ્રાચીન રાજસ્થાની કે પ્રાચીન ગુજરાતી ભાષાની એ એક સર્વશ્રેષ્ઠ કૃતિ છે.' - આચાર્ય જિનવિજયજી મુનિ આ મહાને વીરરસકાવ્યનો પ્રણેતા કવિ પદ્મનાભ વિસનગરો નાગર હતો – ભારતના એક પુરાતન યશોદુર્ગનો એક સાચો સંરક્ષક, ઉદાત્ત રાષ્ટ્રપ્રેમી, આદર્શ રાષ્ટ્રકવિ. જાલોરના ચૌહાણ રાજા અખતરાજનો એ રાજકવિ હતો. સોનગિરા રાજા અખેરાજના દરબારના આ રાજકવિએ સં.૧૫૧૨માં – કાન્હડદેના નિધન અને જાલોરના વિધ્વંસ પછી ૧૪૫ વર્ષે – પ્રસ્તુત કાવ્યની રચના કરી છે. કવિએ પોતાના વિષયભૂત વીર કાન્હડદે સંબંધ, અને પોતાના આશ્રયદાતા વિષે ઘણી ઝીણવટભરી વિગતો આપી છે. પરંતુ મોટે ભાગે પ્રાચીન કવિઓના વિષયમાં જેમ બન્યું છે તેમ પોતાના વિશે એણે ક્યાંયે ઈશારો કર્યો નથી. એથી કવિનું મૂળ વતન, કવિના પૂર્વજો, માતાપિતા, ગુરુ, કવિના જીવનના મહત્ત્વના પ્રસંગો છે. સંબંધે કશું જ નિશ્ચિતપણે જાણી શકાતું નથી. - કવિ પદ્મનાભ વિસનગરો નાગર હતો, માટે એ મૂળ ઉત્તર ગુજરાતના વિસનગરનો વતની હશે, અને પાછળથી એ અખેરાજના દરબારમાં જઈને રહ્યો હશે, એવો કેટલાક વિદ્વાનોએ તર્ક કર્યો છે. એ તર્ક શ્રદ્ધેય કે સાધાર નથી, કારણ કે નાગર જ્ઞાતિ માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી રહી, પણ દિલ્હી, આગ્રા ઈ. ભારતનાં દૂર દૂરનાં સ્થળોએ પણ નાગર કુટુંબો લાંબા ગાળાથી વસેલાં છે. એથી કેવળ જ્ઞાતિના ઉલ્લેખ માત્ર ઉપરથી જ ગુજરાતનાં એ કુટુંબો તરતમાં જ એ સ્થળોએ જઈને વસ્યાં હશે એવો તર્ક નિરાધાર જણાય છે. એથી પદ્મનાભને વિસનગર છોડીને જાલોર જઈને વસેલો માનવો એ કોઈ રીતે સાધાર લાગતું નથી. પદ્મનાભના જીવન વિષે કશી જ માહિતી કાન્હડદે પ્રબંધમાં ઉપલબ્ધ થતી નથી; તેમ આ કવિની અન્ય કોઈ કતિ પણ હજી સુધી પ્રાપ્ત થઈ નથી, જેમાંથી એના જીવન વિષે કઈ શ્રદ્ધેય વિગતો મળી શકે. આથી પદ્મનાભના જીવન વિષે આપણે સાવ અંધારામાં છીએ. માત્ર ‘કાન્હડદે પ્રબંધનાં આંતરિક પ્રમાણો ઉપરથી
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy