SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબન્ધ સાહિત્ય અને પદ્મનાભ ૨૫૩ કહીએ તો ‘ઐતિહાસિક વાર્તાના સ્વરૂપના છે. બલ્લાળનો સુપ્રસિદ્ધ મોગપ્રવિંધ, જિનમંડનનો મારપાનપ્રવંધ, મેરૂતુંગનો પ્રબંધચિન્તામણિ, રાજશેખરસૂરિનો તુર્વિશતિપ્રબંધ આદિ સર્વ પ્રબન્ધો ઐતિહાસિક ચરિત્ર, કે ઐતિહાસિક કથાપ્રસંગના સ્વરૂપના છે. એમાંના મારપતિપ્રબંધ જેવા પ્રબંધો પદ્યમાં રચાયા છે, તો મેરતંગ અને રાજશેખરસૂરિના પ્રબંધસંગ્રહો ગદ્યમાં છે, તો મનપ્રબંધ જેવા ગદ્યપદ્યમિશ્રિત છે. આમાંથી કેટલાકમાં એક જ ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર સુસંકલિત રીતે વિગતે આલેખવામાં આવ્યું છે, તો પ્રવુંવિતામણિ કે વાર્વિશાંતિપ્રબંધ માં ભિન્નભિન્ન ઐતિહાસિક વ્યક્તિઓના પ્રસંગોનું ટૂંકાણમાં નિરૂપણ થયું છે. ગુજરાતીમાં પ્રબન્ધ સ્વરૂપનો વિકાસ આ બંને ટૂંકા ઐતિહાસિક ચરિત્રાત્મક રૂપના પ્રબન્ધોના સંગ્રહો ઉપરથી પ્રેરિત હોય એવો સંભવ છે. આ સંગ્રહોના પ્રબન્ધોમાં જે સંક્ષેપમાં નિરૂપિત હતું એનો ઉત્તરકાળમાં વિસ્તાર કરવામાં આવ્યો અને એ કથનવસ્તુનું પ્રથન કરતાં કવિઓએ એને મહાકાવ્યના સ્વરૂપમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો. આ રીતે મધ્યકાલીન મહાકાવ્ય સમાં ઐતિહાસિક વીરરકાવ્યો રચાયાં, જે બહુધા પ્રબન્ધ' તરીકે અને કવચિત્ “રાસા' તરીકે ઓળખાયાં. આવા પ્રબન્ધ રાસા પ્રકારનાં કાવ્યો પુરાતન હિંદી સાહિત્યમાં વિક્રમ સંવતના તેરમા શતકમાં રચાયેલાં મળે છે. એમાં ચંદ બરદાઈનો “પૃથુરાજ રાસો' (જેનું મૂળ ભાષાસ્વરૂપ હાલ પ્રાપ્ત થતી રચનામાં ઘણું ફરી ગયું છે), કનોજના કેદાર ભટ્ટનો જયચન્દ્ર પ્રકાશ', જગનીકનો “હમ્મીર રાસો' પ્રસિદ્ધ છે. પણ એમની કેટલીક અસર ગુજરાતી પ્રબન્ધ-રાસસાહિત્ય ઉપર પડી હશે એ કહેવું મુશ્કેલ છે. ગુજરાતીમાં તો સ્વતંત્રપણે જ પ્રબન્ધસાહિત્યનો વિકાસ થયો એમ અવશ્ય કહી શકાય. મેરૂતુંગ કે, રાજશેખરના ટૂંકા સંસ્કૃત પ્રબન્ધોએ ઉત્તરકાલીન કવિઓને એક અનુકરણીય આદર્શ પૂરો પાડ્યો હતો, જેને એમણે કથાવસ્તુમાં બૃહણ કરીને, મહાકાવ્યનો યોગ્ય વિસ્તાર કરીને વિકસાવ્યો. ગુજરાતીમાં પ્રબન્ધ-સાહિત્યનો આ રીતે ઊગમ થયો છે. મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી વિદ્વાનો રાસા અને પ્રબન્ધને સંકલિત, સંબદ્ધ સાહિત્યસ્વરૂપો ગણીને વિક્રમ સંવતના ચૌદમા શતકથી આ પ્રકારની કૃતિઓ રચાતી ગઈ એમ માને છે. એમાં કાલાનુક્રમે અંબદેવસૂરિ રચિત “સમરાવાસુ (ઈ.સ.૧૩૧૫) એ પ્રબન્ધરાસાઓના ઊગમકાળની અદ્યયાવત્ પ્રાપ્ત કૃતિઓમાં પહેલી છે. એમાં પાટણના ઓસવાળ વણિક સંઘપતિ સમરસિંહે અલાઉદ્દીન ખલજીના ગુજરાતના સૂબા અલફખાનની મહેરબાની મેળવી એક મોટો સંઘ કાઢી શત્રુંજ્ય તીર્થના આદિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો એનું વર્ણન કર્યું છે. એમાં કવિએ સમરસિંહના પૂર્વજોનો
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy