SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ ૭ પ્રબન્ધસાહિત્ય અને પદ્મનાભ કાન્તિલાલ વ્યાસ પ્રબન્ધ–સ્વરૂપ આ કાવ્યસ્વરૂપની ઉત્પત્તિમાં એ સમયના યુગબળે પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હશે એમાં શંકા નથી. મંજુલાલ મજમુદારે આ યુગનાં પરિબળોને સાહિત્ય-સ્વરૂપોના સર્જન માટે કારણભૂત ગણ્યાં છે. મધ્યકાલીન સાહિત્યના અભ્યદયનો એ કાળ દેશમાં લડાઈઓનો સમય હતો. વીરતા અને ગૌરવ એ યુગનાં જીવનલક્ષણો હતાં - એ વખતનો યુગધર્મ હતો. તેથી સાહિત્યમાં ‘વીરગાથાઓની ઉત્પત્તિ સાહજિક હતી. આ “વીરગાથાઓ' બે સ્વરૂપમાં મળે છે : એક “મુક્તકના રૂપમાં અને બીજી પ્રબંધ'ના રૂપમાં. જેમ યુરોપમાં વીરગાથાઓનો વિષય યુદ્ધ અને પ્રેમ હતો, તેવી રીતે અહીં પણ હતું.' પ્રબન્ધ' શબ્દ જ વીરતા અને ઐતિહાસિક વ્યક્તિના ચરિત્રનિરૂપણનો નિર્દેશક છે. પ્ર+ર્શ્વ=પ્રકૃષ્ટ રીતે બાંધવું, ગ્રથન કરવું એ ઉપરથી પ્રર્વધ શબ્દ ઉદ્દભવ્યો છે. એમાં કોઈ મહાન વીરપુરુષના ચરિત્રનું પ્રથન કરવું, એની પ્રશસ્તિ કરવી, એ મુખ્ય તત્ત્વ છે. સમય જતાં ઐતિહાસિક મહાપુરુષો ઉપરાંત સામાજિક, ધાર્મિક અને પૌરાણિક પુરુષો અને પ્રસંગોને અવલંબીને પણ પ્રબન્ધો રચાયા છે. સંસ્કૃતમાં સાહિત્યપ્રકાર તરીકે પ્રવંધનું સ્વરૂપ સુનિશ્ચિત રીતે નિબદ્ધ થયું નથી. સંસ્કૃત સાહિત્યકૃતિઓમાં “પ્રવધ'નો અર્થ કેવળ “સુસંકલિત, વ્યવસ્થિત સાહિત્યરચના' એટલો જ છે. કાલિદાસે માલવિશ્વામિત્ર ના પ્રારંભના પ્રાસ્તાવિક ભાગમાં પ્રબન્ધનો અર્થ “કાવ્યનાટકાદિક રચના' એવો કર્યો છે. પ્રતિપદશ્લેષમયી વાસવદ્રત્તાના પ્રણેતા સુબધુએ “કથાત્મક રચનાને માટે પ્રબન્ધ શબ્દનો પ્રયોગ કર્યો છે. | વિક્રમના તેરમા-ચૌદમા શતક સુધીમાં પ્રબન્ધનું સ્વરૂપ સુનિશ્ચિતપણે બંધાઈ ચૂક્યું હતું. એ યુગના બધા પ્રબન્ધ ઐતિહાસિક ચરિત્રાત્મક રચના” અથવા ટૂંકમાં
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy