SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શૂલ પ્રાસાદ ચંડિકા કેર, ગાંધીનિ પણિ કુષ્ઠ, સંનિપાત વ્યાકરણ વિષિ, તિાં રોગ નહીં દેહ દુષ્ટ, ૧૪. મદ માગાને, રાગ ગીત માંહાં, ક્રયવિક્રય માંહિ માન, લોભ ધરમનુ, અહંકાર તે જેનિ બ્રહ્મજ્ઞાન. ૧૫' ૭૫ ભાલણ ૨૪૩ શૂદ્રક રાજાનું આલંકારિક વર્ણન આપતાં બાણે વિસ્તારથી આપેલાં વાક્યોમાં કેટલાક ટુકડા જ નહિ, પંક્તિઓ પણ છોડી દીધી છે, છતાં ઉપરના અનુવાદમાં સળંગસૂત્રતા સાચવી આપે છે; પણ ભાલણની વિશિષ્ટતા એ છે કે પોતા તરફથી અનુરૂપ લાગતું ઉમેરી પણ લે છે. ઉપરના અવતરણમાં સેના બહુ સોભાનિ કજિ, અવિર ન આવી કામિ’ ‘તોલિ મેરુ મહિધર સ્થાન' ‘વાંછિત વસુધાં ભોગ' ‘શુકસારિકાનિ રક્ષાગૃહ’ ‘શૂલ પ્રાસાદ ચંડિકા કેરિ, ગાંધીની પણિ કુષ્ઠ' ‘સંનિપાત વ્યાકરણ વિષિ, તિહાં રોગ નહીં દેહ દુષ્ટ' ‘ક્રય-વિક્રય માંહિ માન’ લોભ ધરમનુ’ ‘અહંકાર તે જેનિ બ્રહ્મજ્ઞાન' આ વસ્તુ ઉમેરી લે છે. આમાં મૂળના શ્લેષ જેમ જાળવ્યા છે તે જ રીતે ઉમેરણમાં પણ શ્લેષ મૂર્ત કરી આપી સાંધો જણાવા દીધો નથી. અનુવાદક તરીકેની એની સિદ્ધિની મુલવણી કરતાં કહેવું જોઈએ કે ‘સપ્તશતી’ અને ‘દશમસ્કંધ’ (કથામાં સ્પષ્ટ ઉમેરી લેવામાં આવેલાં ગેય પદોને બાદ રાખીને કડવાબંધની સમગ્ર રચના)માં એ સાદો પદ્યાનુવાદક જ રહ્યો છે; નલાખ્યાન’માં એ મહાભારતના ‘નલોપાખ્યાન’નો સારાનુવાદ આપતાં નૈષધીયચરત’ મહાકાવ્યમાંથી સંસ્કૃત ‘કાદંબરી’ના અચ્છોદ સરોવરના વર્ણનના થોડા નમૂના લઈ, સાદા કથાનકમાં વણી લઈ કાવ્યને આકર્ષક બનાવી લીધું છે. ‘કાદંબરી’સીધો સારાનુવાદ છે; એમાં પણ એણે સંખ્યાબંધ સ્થળોએ પોતા તરફથી પ્રસંગચિત્રણમાં ઉમેરણ કરી પોતાની પ્રતિભાનો પરિચય કરાવી આપ્યો છે. ૭૭ પકાર ભાલણ પૌરાણિક આખ્યાનો–કડવાબદ્ધ–નો એ પુરસ્કાર બને છે, પણ માત્ર એ સાદો આખ્યાનગાયક હોય એવો અનુભવ થાય છે; કવિની પ્રતિભાનાં આપણે દર્શન નથી કરી શકતાં. અનુવાદક તરીકે ‘નલાખ્યાન'માં એની પ્રતિભા ‘નૈષધીયચરિત’ મહાકાવ્ય, ‘નલચંપૂ’ અને કવચિત્ ‘કાદંબરી'ના સહારાથી થોડો ચમત્કાર સર્જવા લાગે છે; ‘કાદંબરી’ના સારાનુવાદમાં પોતાના તરફનાં ઉમેરણોમાં એ બાણની સાથે તદાત્મકતા સાધવામાં સફ્ળ થઈ પોતાની કવિપ્રતિભાનો અનુભવ કરાવે છે. હવે જ્યારે એ શ્રીકૃષ્ણ અને રામની લીલાનાં ભક્તકવિની હેસિયતથી પદ ગાય છે ત્યારે એ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy