SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ભાલણ ૨૪૧ પોતા તરફથી પણ સ્વતંત્ર ઉમેરણ કર્યું છે. ૨ એનો આખા ને આખા અનુવાદ તરીકેનો પ્રયત્ન એની લગભગ આરંભની રચના કહી શકાય તેવો “દુર્ગાસપ્તશતીનો કડવાબદ્ધ પદ્યાનુવાદ છે; એમાં એ ખાસ કોઈ વિશિષ્ટતા આપી શક્યો નથી. દશમસ્કંધમાં વચ્ચે વચ્ચે આવતાં પદોને અલગ તારવી લેવામાં આવે તો સીધે સીધું કથાનક સાદા કડવાબંધમાં પકડાઈ જાય છે. કથાનકવાળાં કડવાંઓમાં પણ એ સાદો અનુવાદક-પ્રમાણમાં સંક્ષિપ્તતાપૂર્વકનોજ જોવા મળે, જે ઉપર યથાસ્થાન બતાવ્યું છે. દશમસ્કંધમાં એનાં સ્વતંત્ર આખ્યાન સળંગ કથાક્રમમાં આમેજ કરી લીધાં છે, એ બંનેના આદિ-અંત જોતાં તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. આ બે નાનાં આખ્યાનોમાં સ્વતંત્ર આખ્યાનકાર તરીકે એ જુદો તરી આવે છે. એનો વિશિષ્ટ કોટિનો પ્રયત્ન તો સમગ્ર કાદંબરી'નો આખ્યાનરૂપના કડવાબંધમાં આપેલો સારાનુવાદ છે. એણે અન્ય કોઈ પણ રચના ન કરી હોત અને આ માત્ર “કાદંબરી જ આપી હોત તોયે ‘અનુવાદક' માત્ર નહિ, અનુવાદક કવિની શક્તિનો પરિચય આપી શકવા સમર્થ બની શકત. સંસ્કૃત સાહિત્યમાં બાણની 'કાદંબરી' મોટા મોટા સમાસોથી ભરેલી ગદ્યરચના છે. વાચક આ સમાસનિબિડ ગદ્ય વાંચતાં વર્ણનોના જાળામાં એવો તો જકડાઈ જાય કે કથાતંતુની સળંગસૂત્રતા ગુમાવી બેસે. કાદંબરી'ની ભાષા ખૂબ સરળ છતાં દીર્ઘ સમાસોને લઈ વાચકના વાચનની કસોટી કરે છે. ભાલણે આવી અસામાન્ય કોટિની સમૃદ્ધ રચનાને પોતાની “ગુજર ભાખામાં રમતી ભમતી કરી આપી છે. એ સારાનુવાદ એ દૃષ્ટિએ છે કે પ્રસંગ-નિરૂપણમાં સંખ્યાબંધ આવતાં વિશેષણો અને લાંબાં વર્ણનોમાંથી કથાતંતુની સળંગસૂત્રતા બરોબર જળવાઈ રહે એ રીતે ઘણું છોડી દે છે; એ છોડીને સંતોષ ન લેતાં સંખ્યાબંધ સ્થળોએ પ્રસંગાનુરૂપ સ્વતંત્ર ઉમેરણ પણ કરી આપે છે. આ સિદ્ધિ એની આગવી જ કહી શકાય, જે “સપ્તશતી’ કે ‘ભાગવત-દશમસ્કંધના અનુવાદ (સ્વતંત્ર કોટિનાં પદોને બાજુએ રાખી)માં એ બતાવી શક્યો નહોતો, મલાખ્યાનમાં પણ નહિ. એણે મૂળના રસ, અલંકાર, ભાવને જાળવવામાં ઉચ્ચ કોટિની સાવધાની રાખી છે. આ અનુવાદ છે એવો ખ્યાલ ન હોય તો વાચકને એ સ્વતંત્ર જ કૃતિ લાગે. એણે સારાનુવાદનો આરંભ કરતાં જ કહ્યું છે કે અનેક ઉપમા, કઠિણ સંસ્કૃત ગદ્ય, પદ્ય ક્યહીંએક, સાહિત્ય સકલ તણી ચાતુરી તેહમાંહાં રચી વિવેક, ૩
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy