SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨, ખંડ- ૧ આમાં “સરસ્વતીધઉલના પ્રકારમાં પ્રબંધનો બંધ-બહરિગીતનો દેશી'નો પકડી શકાય છે. આરંભના તો બે દોહરા જ છે, જ્યારે “વલણ'માં હરિગીતના ઢાળની જ બે પંક્તિ પરખાય છે. ભીમે કાવ્યાંતે ધન્યાશ્રી' રાગમાં કલશ'નું એક ગીત આપ્યું છે. જેને રચનાઓમાં આ પદ્ધતિ જાણીતી છે. આમ ભીમે “હરિલીલા–ષોડશકલા'માં પોતાના સમય સુધીમાં જૈન જૈનેતર ઢાળો પ્રચારમાં હતા તેઓને સમુચિત ઉપયોગ કરી લીધો છે. એની પાસે ભાષાની સારી હથોટી છે, જેના બળે એ રોચકતા લાવી આપી શકે છે. નૃસિંહજન્મ સમયે – શ્રી નરસિંહ કોષિ ધડહડઈ, મંદિર કોટ કોશીસાં પડઈ. ગર્જિત કરિ બગાઈ બહુ, દેવ-અસુર બલ નાહૂ સહૂ. ગહવર ગુફ સરીખું વલણ, જ્વલિત –પાવક બિહૂ નયણ. કર નખ સઢ ડસણ વિકરાલ, હિરણ્યકશિપુ જાણ્યું કાલ. શંકા અસુર તણા મન માહિ, નાઠા હરિણ તણી પરિ ચાહિ ઝડપીનઈ લીધુ જગનાથિ, ચડ્યુ કપોત શીચાણા હાથિ'. આ કાવ્યમાં પોતે એક વાર દ્વારકાની યાત્રાએ ગયો હોવાનું અને સાત સંસ્કૃત શ્લોકોથી પ્રભુની સ્તુતિ કર્યાનું તો નોંધે છે, પણ ભગવાને સ્વમુખથી સંસ્કૃતમાં કહ્યું કે “મારી કૃપાથી તને મારામાં દઢ ભક્તિ થશે અને પરિણામે ત્યારથી એની ભક્તિ નિશ્ચલ થયાનું એ સંસ્કૃત શ્લોકમાં નોંધે છે. આ એની ભક્તિની તન્મયતાનું દ્યોતક છે. પ્રબોધચંદ્રોદય' નાટક વિક્રમની ૧૧મી સદીમાં મગધના રાજા કીર્તિવર્માના રાજ્યકાલમાં મૂળ લેખક કૃષ્ણમિશ્ર નામના કવિએ રચ્યું અને એના જ દરબારમાં ભજવાયું. એવું પ્રસ્તાવનામાં આવે છે. જે અનુવાદ કરતાં ભીમે તો – અવની કેરુ ભાર ઊતારિ આવ્યા હરિ દ્વારિકા મઝરિ. ૩૦૩ સભામાંહિ બાંઠા ધરી ધીર છપન કોટિ યાદવ વીર; સુભટ મહારથ સમરથ શૂર, નિજ સેવક ઉદ્ધવ અક્રૂર. ૩૨ રાજા ગુણસાગર ગોલંદ શ્રીપતિ પૂરણ પરમાનંદ. ધર્મશિલા હરિ આગલિ સાર રચિયું નાટક કરી વિચાર. ૩૩૨૪ આ એના શ્રી દ્વારકાધીશ તરફના ઊંડા ભક્તિભાવનું માત્ર દ્યોતક છે, આ નાટક દ્વારકામાં નથી રચાયું કે નથી ભજવાયું."
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy