SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આદિશક્તિયુગના કવિઓ ૨૦૧ રાગ સીધુ કૃષ્ણ કહઈઃ મુઝ આપુ એ માગ એ, નાગ ન વાલઈ તેહા, હઠિ ચડ્યું એ ભણઈ કુંતારઃ અબુઝ ગોપાલ એ. હાલ પુહુતું હવઈ તમ તણું એ. ત્રૌટક તહ્મતણ પુહુત હાલ, છૂટું નહી થઈ બાલ. કોપિ ચડ્યુ અંબઇ, મોડિલે ગજ અતિદુષ્ટ. આવતુ દેખી એહ, હરિ પૂછિ સાધુ તેહ, તાણિઉં કરતુ ચીસ, પાછુ ધનુષ પંચવીસ'. ભીમે રુક્મિણીહરણના પ્રસંગે પાંચ ધુલ આપ્યાં છે. કર્મણમંત્રીની કૃતિમાં જે પ્રકારનાં ધૂલ મળે છે તેવાં આ નથી, પરંતુ નાકરથી લઈ પછીના આખ્યાનકારોમાં ધૂલ-ઢાલ-ઊથલો' એકમનાં મોટાં કડવાં મળે છે તેવો જ આ નાનો એકમ છે. પ્રબંધ' કહી પછી એને છેડે “વલણ આપે છે એ પ્રકાર ‘ફાગુ' કોટિનો જ કહી શકાય. રુકમૈયાના માનખંડના પ્રસંગમાં યોજાયેલું નીચેનું ધૂલ' કાવ્યબંધનો તેમજ ભીમની કવનશક્તિનો પણ ખ્યાલ આપશે : ધવલ કયું રાગ શ્રી-રાગ રુક્ય રાઉત ભલુ, બલ બોલાઈ દિઈ ગાલિ : કિમ જાઈસિ રે તું જીવતુ મઝ આગલિ રે વનચર ગોવાલ? ચીતાઈ માટુ માઉલુ, હવઈ ખૂટુ રે કાન્હડ તુઝ કાલ. બહિનિ લઈ પાછુ વલું, દેખતાં સવિ ભૂપાલ. કરી પ્રતિજ્ઞા એ સાંચર્યું. પ્રબંધ સાંચરઈ ગઈ ક્રોધભરી અક્ષૌહિણી દલ એક, સંગ્રામ માંડ્યું કૃષ્ણ-શું. મૂકઈ બાણ અનેક. શિર કૂચ મૂછિ કાપિમાં લીલયાં શ્રીજગનાથ. તે પશુની પરિ–બાંધિયુ, રથિ ઘાતિ લીધુ સાધિ. રુક્મણી માગઈ માન : માધવ, બંધ બાલક છોડ, અપરાધ ક્ષમિ સાલા તણા, તહ્મનઈ લાગઈ ખોડિ, બલભદ્ર આવ્યા, કૃષ્ણ વાસ્યા, વેગઈ કાપ્યા બંધ. કેશવ તણુ મહિમા જાણ્ય, ચરણિ નાડુ કંધ. વલણ હરિચરણિ નામ્ય કંધ, વેગિ સંધિ કીધી રામિ. નિજ નૈયર દીધું તેહનઈ, ગણનાથ કીધું સ્વામિ.૧:
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy