SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨ખંડ- ૧ મેલ મમતા પરી' (ભ.૩૩), પારકી હુંશે મહતા કરે પ્રાણિયા' (ભ.૩૪), “અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા' (ભ.૩૮), “મારા નાથજી અને ભક્તિ દેજો સદા' (ભ.૨૮), “નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે (ભ.૫૯), ધ્યાન ધર હરિતણું અલ્પમતિ આળસુ (ભ.૩૧), 'પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર' (ભ.૨૪), “સારમાં સાર અવતાર અબળા તણો' (ભ.૨૩) “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ (ભ.૪૦), એક તું એક તું એમ સૌ કો સ્તવે' (ભ.૪૬), હું ખરે તું ખરો, હું વિના તું નહીં', “નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો' (ભ.૩૯), “દેવા) આદ્ય તું, મધ્ય તું. અંત્ય તું ત્રીકમા' (વ.૩૫), “સાંભળ સહિયર સુરત ધરીને' (ભ.૫૭), જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં (ભ.૪૩), “જાગીને જોઉં તો... (ભ.૪૨), વગેરે પદો ગુજરાતી પ્રજાની ચેતનાના અંશરૂપ બન્યાં છે. - નરસિંહનો કાવ્યપિંડ ભક્તિનો બનેલો છે. એલિયટ કહે છે કે કોઈ કૃતિ કવિતા છે કે કેમ તેની કવિતાનાં ધોરણોથી તપાસ થશે, પણ તે મહાન કવિતા છે કે કેમ તે તો જીવનના સંદર્ભમાં નક્કી થશે. ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ બીજા કોઈ વિષયની જેમ કવિતાનાં અંગભૂત બની શકે છે, બનતાં રહ્યાં છે. કવિતાની મહત્તાનો આંક કાઢવામાં આવે તે વખતે એ, જો એ કવિતા બનવા પામ્યાં હોય તો, કૃતિને ઉચ્ચતા અર્પવામાં ઉપકારક બને. કવિતાપદાર્થ માટે જીવનભર જિકર કરનાર એલિયટ પોતાની ઉપર નિરંતર કોઈ કૃતિનો પ્રભાવ પડ્યાં કર્યો હોય તો તે દાન્તની દિવ્યઆનંદગીતિ (ડિવાઈન કોમેડી)નો, એમ કહે છે. નરસિંહ અધ્યાત્મવસ્તુને લીલયા મૂર્તતા આપી શકે છે. એમાં એને ભાષાનો તમામ વૈભવ-લય, શબ્દ, કલ્પન આદિપોતાની સર્વ સેવાઓ આપી છૂટે છે. એનાં ભક્તિજ્ઞાનનાં પદો ગુજરાતી પ્રજાએ સૈકાઓથી હૃદયસરસાં સાચવ્યાં છે તે એ વસ્તુ સૂચવે છે કે હૃદયને વશ કરે એવી કશીક મોહિની એના અવાજમાં છે. એની અનેક ઉક્તિઓ ભાષાનો સામાન્ય ભાગ બની ચૂકી છે. મૂર્તતા અર્પવાની શક્તિ, ઉપમારૂપક કલ્પનોની સમૃદ્ધિ, લયહિલ્લોલ બલકે કેટલીકવાર તો લયકેફ, ઘરગથ્થુ દીપ્તિમંત શબ્દો, સમગ્ર ભાવપરિસ્થિતિનો સુપેરે ઔચિત્યભર્યો ઉઠાવ, - આ બધાને લીધે નરસિંહની રચનામાં એક પ્રકારનું આગવું સંમોહન જામે છે. નરસિંહમાં, શું શૃંગાપ્રીતિનાં કાવ્યોમાં શું ભક્તિજ્ઞાનનાં કાવ્યોમાં, સરળ રસઘન વાણીનો પરિચય થાય છે. બન્ને પ્રકારની કૃતિઓમાં વારંવાર નરસિંહની આનંદઘન અનુભૂતિનો અંદ વરતાયાં કરે છે. ઉપરાંત નરસિંહના અવાજમાં એક જાતની અદ્વૈતા-ભીનાશ છે. વળી, ક્યારેક ક્યારેક એના શબ્દ અને લયમાં એવો ઉછાળ આવે છે કે એ ભવ્યતાને જતો સ્પર્શે છે. કોઈપણ ગુજરાતી કવિ કરતાં
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy