SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા . ૧૯૧ ઉદે હવો પૂરવ દિશા થકી’ (૧૦૩), ‘વ્રજનો વિહારી રે અમો ઘેર પ્રાહુણલો રે' (શું.૨૦), મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે', (શું.૫), ‘કહાં જાઉં રે વેરણ રાત મલી' (શૃ.૧૦૪), ‘કોણ પુણ્યે કરી નાર હું અવતરી' (૧૧૭), જાગો રે જશોદાના જીવન વાહાણેલાં વાયાં’ (૧.૯૬), ‘વહાલા મારા વૃંદાવનને ચોક કે' (શું.૫૨૯), ‘આ જોને રે કોઈ આળસ મોડે' (રિ.૧૮), ‘મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે ગોરી તારે ત્રાજુડે' રિ. ૧૯), આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે’ (રિ.૧૧), થિર થિ૨ ચાંદલા મ ક૨ વેણું' (૩૮૦), જેવાં સંખ્યાબંધ રમણીય ગીતો નરસિંહ પાસેથી મળ્યાં છે. અને તેમાંનાં કેટલાંક લોકકંઠે–લોકહૈયે વસેલાં છે. વાત્સલ્યગીતોમાંથી પણ થોડાંક એ જ કોટિનાં નીવડ્યાં છેઃ “ઓ પેલો ચાંદલિયો, આઈ મુને રમવાને આલો' (બા.૧૬), ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા' (ભ.૧૪), જશોદા, તારા કાનુડાને સાદ કરીને વાર રે' (બા.૧૧), જળકમળ છાંડી જાને બાળા’ (બા.૧૯). ગુજરાતી કૃષ્ણ-વિષયક ગીતોની સમૃદ્ધ પરંપરાની ગંગોત્રી નરસિંહમાં છે. નરસિંહે સબળ અને સફ્ળ રીતે ગાયેલા કેટલાક ભાવ પાછળના કવિઓ પણ ગાય છે. કેટલાક ભાગ નરસિંહમાં અછડતા છે, કેટલાક લયની પ્રાથમિક સ્થિતિમાં છે, તે પાછળનાઓમાં સુરેખ ઉઠાવ પામતા જોવા મળે છે. આ અંગે નરસિંહનું ઋણ પછીથી આવતા કવિઓ ઉપર ઘણું મોટું છે. દયારામ તો નરસિંહ વિના કલ્પી શકાતા નથી. ભક્તિજ્ઞાનનાં પદો, પ્રેમભક્તિનો મહિમા કરતાં અને જ્ઞાનમાં જઈને ઠરતાં પદો, એ નરસિંહના કવિકીર્તિમંદિરના કળશ સમાં છે. એની સંખ્યા પણ સારી એવી છે અને મોટા ભાગનાં લોકજીભે જીવતાં રહ્યાં છે. સામાન્ય ઉપદેશનાં ‘સુખદુઃખ મનમાં ન આણીએ' (ભ.૬૫), ‘ઘડપણ કેણે મોકલ્યું' (ભ.૬૧), ‘બાલા તે વરની પાલખી (ભ.૬૦), ‘જે ગમે જગતગુરુદેવ જગદીશને' (ભ.૨૯), ‘રાત રહે જાહેર પાછલી ખટ ઘડી' (ભ.૧૫), અથવા હિરજનોને ઊલટભેર અપનાવવાનાં ગિરિતળાટી ને કુંડ દામોદર' (ભ.૪) અને એવા રે અમો એવા રે એવા' (ભ.૫), અથવા ‘અમે ૨ે વહેવારિયા રામનામના' (ભ.૧૩) અથવા ભારતપ્રસિદ્ધ વૈષ્ણવ જન તો તેને રે કહીએ' જેવાં લોકપ્રિય પદો ઉપરાંત ભક્તિમહિમાનાં, પ્રેમભક્તિમાં ૨સબસપણાનાં અને અદ્વૈતાનુભૂતિનાં જે પદો મળે છે તે નરસિંહની પરિપક્વ પ્રતિભાના ફ્ળરૂપ છે. ભૂતળ ભક્તિ પદારથ મોટું’ (ભ.૧), ‘હિર હિર રટણ કર કઠણ કળિકાળમાં' (ભ.૨૦), ‘બાપજી, પાપ મેં કવણ કીધાં હશે' (ભ.૨૧), ‘હિર તણું હેત તને કેમ ગયું વીસરી' (ભ, ૨૭), ‘કૃષ્ણકીર્તન વિના નર સદા’ (ભ.૧૯), ‘સમરને શ્રી હરિ,
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy