SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧ મોહન કેરાં વચન સાંભલી, નીચું જોયું બાલી રે. મુખ આગલી ને મંચ વિમાશે : શું કહે છે વનમાલી રે? (૫૬) પછી ગદ્ગદ કંઠે કહે છે, “ભુદર અમને નહીં ભજો તો તજશું દેહ અમારી રે'. પરિણામે “અંતર પ્રીત્ય ભણી હરિ હશિયા કેટલાંય બધાં ગીતો પરકીયાપ્રીતિના ઉઘાડા શૃંગારનાં છે. નરસિંહને એમાં કોઈ કુંઠા નથી : “સફલ રજની હવી, આજની અનુભવી. સુરતસંગ્રામે સુભટ સાથે મલી... ચઉદ ભુવનતણો નાથ મેં વશ કર્યો... કેસરી કાન સાહી નચાવ્યો.” ભાગવતથી આગળ વધી, જયદેવની અસર નીચે, ભક્તિનિરૂપણમાં સ્થૂલ શૃંગારનો આશ્રય લેવા તરફ નરસિંહનો ઝોક દેખાય છે. નબળી ચાતુરીઓની યાદ આપે એવાં એનાં કેટલાંય ગીતો છે. તેમ છતાં કેટલાંક ગીતો ઊર્મિની નાજુકાઈથી, વક્રોક્તિથી, એક જાતની સહૃદયતાથી જીવંત બની રહે છે. નરસિંહની સૌન્દર્યની-રસની વિભાવના સહજમાં સ્થૂલતાને અતિક્રમી જાય છે. ક્ષિતિરસ તરશાખાએ પ્રસર્યો એ એક ગતિશીલ ભવ્યરમણીય ચિત્રણ છે. એ પ્રતીક દ્વારા નરસિંહ નિર્દેશ છે કે સુંદરીમાં અખિલ બ્રહ્માંડનો અમૃતરસ વિલસી રહ્યો છે : ક્ષિતિરસ તરૂશાખાએ પ્રસર્યો, મનસિજ નયણે વસિયો રે. રદે ભાવ કુચમંડલ પૂર્યા, આવો રતિપતિ રશિયો રે. અતલી બેલ વનસ્પતિ–નાથે ઊલટપાલટ કીધું. અખિલ બ્રહ્માંડ તણું અમૃતરસ જુવતીને વદને દીધું. નરસિંહને સુંદરીના રસનું એક દર્શન છે. જીવાત્મા એ ગોપી છે. એ સખીભાવે પરમાત્માને ભજે છે. એનો જે સૌન્દર્યરસ ખીલે છે તેનો પરમાત્મા આસ્વાદનારો છે. આ રીતે નરસિંહની દૃષ્ટિએ સુંદરીનો રસ એ અધ્યાત્મના આવિષ્કારનું રૂપક છે. વિમુખના યોગ કે કર્મજડની તપસ્યા પાછળ પડવાને બદલે નરસિંહ જીવાત્મા અને પરમાત્માની સમરસતાનાં ગુણગાન ગાવાનું પસંદ કરે છે. વસંતલ નિમંત્રણનું ઊર્મિગીત ગુજરાતી ભાષાનું એક ઉત્તમ સર્જન છે. ચાલ રમીએ. સહી, મેલ મથવું મહી, વસંત આવ્યો, વનવેલ ફૂલી. મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. ચાલ, નારસિયો રંગમાં અંગ ઉનમદ હશે, ખોહેલા દિવસનો અંગ વલશે. ચાલ૦ (૭૭) આ કાવ્ય રચાતાં, ત્યાં સુધી માત્ર વ્યવહારમાં કે અધકચરા કવિપણામાં ભાષાના થયેલા ઉપયોગનો જાણે કે ખંગ વળે છે. વસંતના આગમનનો ઉલ્લાસ વર્ણસગાઈ, આંતઋાસ અને “મોરિયા અંબ કોકિલ કદંબમાં ‘ઓનાં પુનરાવર્તન
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy