SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૪૯ જાદવા' જેવા બિનપ્રેરક આરંભને કારણે શિક્ષિત કાવ્યપ્રેમીઓની નજરે એટલું ચઢ્યું લગભગ નજર ચુકાવી ગયું છે. નથી - ૩. કૃષ્ણપ્રીતિનાં ઊર્મિગીતો સવા લાખ નહીં, તો પણ ખાસ્સી મોટી સંખ્યામાં કૃષ્ણ અંગેનાં પદો નરસિંહે ગાયાં લાગે છે. તેના બે મુખ્ય ભાગ પડી જાય છે. ૧. શૃંગારપ્રીતિનાં ગીતો અને ૨. વાત્સલ્યપ્રીતિનાં ગીતો. ‘નરસિંહ મેહતા કૃત કાવ્યસંગ્રહ'માં ‘રાસસહસ્ર પદી’ (૧૮૯), ‘વસંતનાં પદો’ (૧૧૬), ‘શૃંગારમાળા’ (૫૪૧ પદ) અને ‘હીંડોળાનાં પદ' (૪૫) આપ્યાં છે તે શૃંગારપ્રીતિનાં છે અને શ્રી કૃષ્ણજન્મસમાનાં પદ' (૧૧) ‘શ્રી કૃષ્ણજન્મવધાઈનાં પદ' (૮) અને બાળલીલા' (૩૦ પદ) એ વાત્સલ્ય-પ્રીતિનાં છે. શૃંગાર પ્રીતિનાં ઊર્મિગીતો – ઈચ્છારામ દેસાઈએ આપેલાં ગીતો હસ્તપ્રતોની મદદથી સંશોધિત વાચનારૂપે પછીથી રજૂ થયાં નથી. ઈ. ૧૯૬૫માં કેશવરામ કા. શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી ૩૯૦ પદની સંશોધિત વાચના નરસૈ મહેતાનાં પદ' શીર્ષકથી આપી છે, જેમાં ૨૦૮ પદો નવાં છે. બાકીનાંનો ઇચ્છારામ દેસાઈ સંપાદિત ‘નરસિંહ મેહતા-કૃત કાવ્યસંગ્રહ'માં ક્યા પદ સાથે સંબંધ છે તેનો નિર્દેશ, શક્ય હોય ત્યાં, તેમણે કર્યો છે. હવે પછીની ચર્ચામાં જૂની લાગતી ભાષાનાં અવતરણોવાળો ભાગ તે કે.કા. શાસ્ત્રીની વાચનાનો પ્રમાણભૂત નરસિંહકૃતિનો અંશ છે, જ્યારે ઇચ્છરામ દેસાઈના સંપાદનમાંથી આપેલ અવતરણોવાળો ભાગ તે નિઃશંક પ્રમાણભૂત લેખવો મુશ્કેલ છે. એવા અંશ પર આધારિત નરસિંહની કાવ્યપ્રતિભાની મુલવણીની વીગતો અંગે પણ એ મુશ્કેલી રહેવાની.૪૧ ‘રાસહસ્રપદી’નાં ૧૮૯ પદોમાંથી કે. કા. શાસ્ત્રીએ ભાગવતની રાસપંચાધ્યાયીના વિષયક્રમમાં પ્રથમ રાસ, શ્રીકૃષ્ણનો વિરહ, ગોપીઓની વિરહવેદના, શ્રીકૃષ્ણ સાથે મિલન અને મહારાસનાં પદો ગોઠવી આપ્યાં છે. એક સળંગ વૃત્તાન્ત જેવું હોવા છતાં દરેક પદ એ છૂટું ઊર્મિંગીત છે. આ ગીતો ઉપર ભાગવતની સ્પષ્ટ મુદ્રા છે. વેણુનાદથી વીંધાયેલી વ્યાકુળ ગોપીઓ જુથ મલીને ચાલી, જાણે સાગરપૂર’. પણ ભાનિનીને માન ઘણું’ હતું ત્યાં સુધી અંતરધાન હવા હિર તતક્ષણ વૃંદાવન મઝાર્ય,’ અંતે ‘કામિનીને કૃષ્ણ મલા જારે મેલ્યો અભિમાન.' ભાગવતને અનુસરી નરસિંહ કૃષ્ણને મુખે કહાવે છે : શ્યાને કાજે આવ્યાં સરવે, શું છે તમારું કામ ? પતિવ્રતાનો ધરમ નહીં, તમે જાઓ તમારે ઠામ્ય રે.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy