SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૪૭, પછી અનેક ગમ્મતો, એકમેક પ્રત્યેના નિર્દોષ ઉપદ્રવો, માંકડાંની કોટે શણગાર બાંધવાની રમતો, એ બધું કૃષ્ણની રાહબરી નીચે ચાલે છે. બપોરે સૌ જમવા બેસે છે, તેમાં જમી જમાડી પોતે જમે હરિ હળધર કેરો વીર', તો વળી બમણું તે લે વહાલો વહેંચતાં એવું પણ જોવા મળે છે. ત્યાં ગાયો પર્વતની ઊંચી સપાટી (માળ) પર આઘી નીકળી ગઈ. સૌએ કહ્યું કે કૃષ્ણ લઈ આવે, એનો વારો છે. પોતે ગાયો વાળવા નીકળે છે, ઊંચે ચઢી સાદ કરે છે, ત્યાં એકાએક દૂર કોઈ અનુપમ સુંદરીને જુએ છે, જેના તેજથી ત્રિભુવન મોહી રહ્યું છે. તો, કાવ્ય આ અદ્દભુત ક્ષણ માટે શરૂ થયું હતું ગાયો હીંડી ગોવર્ધન ભણી, જી રે ક્ષણ એક લાગી વાર; વારો આવ્યો, પ્રભુ, તમ તણો, તમો વાળોને દીનદયાળ. કર ગેંડી લઈ ઊભા થયા, ઘાડે સ્વરે બોલાવી ગાય; હીડે વૃંદાવન શોધતા, ચૌદ ભુવનનો રાય. સીંચાણી બગલી ને સારસી પારેવી ચાતોર મોર; પીળી ધોળી ને કાજળી બોલાવે નંદકિશોર. ગોવર્ધન ચઢી વહાલે ચીંતવ્યું, દૂર દીઠી અનોપમ નાર; તેજે ત્રિભુવન મોહી રહ્યાં જી રે નરખે નંદકુમાર. છેલ્લી ચાર પંક્તિઓમાં સ્વભાવોક્તિમાંથી અદ્ભુતમાં સંક્રમણ, રંગરંગી ગાયોના સુરેખ ચિત્ર પછી અલૌકિક સૌન્દર્યવતીનું દર્શન, – ગાયોને બોલાવવા સાદ દેતાં ગોપબાલની નજર સામે વિશ્વના સારસર્વસ્વ જેવું ઉઘડતું નારીરૂપ, એ નરસિંહની લીલયા પ્રત્યક્ષીકરણ સાધી શકતી શબ્દકલા-પરમ સરલતાભરી શબ્દકલા–ની સાક્ષી પૂરે છે. કૃષ્ણની આંખે રાધાનું-સ્નેહમયીનું વિશ્વરૂપદર્શન આલેખતી પંક્તિઓ ભવ્યતાના આલેખનની નરસિંહની ફાવટનો પણ પરિચય કરાવે છે. કાવ્યનું આ શિખર છે. નેહસૌન્દર્યના સાક્ષાત્કારના ચિત્રથી હવે કાવ્ય સ્નેહસામરસ્યની સમાધિના ચિત્ર તરફ આગળ વધે છે. દોડી વહાલો પહોંચી વળ્યા, પૂછ્યું. કેની તમો છો નાર?... છો રે રંભા કે રે મોહની કે છો રે આનંદ કે ચંદ”... નહીં રે રંભા નહીં રમાદેવી, જી રે નહીં આનંદ કે ચંદ; ભ્રખુભાનની કુંવરી છું રાધે, બાળમુકુંદ. ગોકુળ-મથુરા જાઉં-આવું ને શું રે થયા અજાણ?” કવિ પછી પીંછીના થોડાક લસરકે બંનેની મૂર્તિઓ ખડી કરી દે છે. રાધા
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy