SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ તા.ક. નરસિંહના સુદામાચરિત્ર ઉ૫૨ નામદેવના સુદામાચરિત્રની અસર નથી. એ બે કૃતિઓ વચ્ચે એવું કોઈ સામ્ય નથી. વળી નામદેવે સુદામાચરિત્ર આદિ કથાનક રચ્યા અંગે જ શંકા છે. નામદેવનાં પૌરાણિક કથાનકે' અને ‘સંતચરિત્રે’ મળે છે. એ બધાં જ નામદેવનાં હોવા વિશે વિદ્વાનોને ખાતરી નથી. સંતચરિત્રમાં ‘નરસી મેહતા’નું ચરિત્ર હૂંડીનો પ્રસંગ ૪૦ અભંગોમાં આલેખે છે (‘નામદેવાચી ગાથા' ચિત્રશાળા પ્રકાશન, ૧૯૫૭, પૃ. ૭૧૫-૭). નામદેવનો સમય ઈ.૧૨૭૦૧૩૫૦ છે એટલે નરસિંહની પૂર્વે તેઓ થઈ ગયા હોઈ ‘નરસી મેહતા'ના ચિરત્રમાં ‘નામા મ્હણે' એવી નામમુદ્રા હોવા છતાં તે પ્રામાણિક નથી. વિષ્ણુદાસ નામા નામના પંડિતની, નામદેવની ભાવાત્મક કૃતિઓ કરતાં જુદી જાતની, રચનાઓ મળે છે અને એ કવિ નામદેવથી ભિન્ન છે એવો ડૉ. તુળપુોનો અભિપ્રાય છે (પાંચ સંતકવિ', આવૃત્તિ બીજી, પૃ. ૧૩૯), એ રચનાઓમાં ‘વિષ્ણુદાસનામા' ‘નામા વિષ્ણુદાસ’ એવી નામમુદ્રા મળે છે. ‘પૌરાણિક કથાનકેમાં કેટલેક ઠેકાણે ‘નામા મ્હણે' છે તો કેટલેક ઠેકાણે ‘નામા વિષ્ણુદાસ' કે ‘વિષ્ણુદાસ નામા’ની નામમુદ્રા પણ છે. પણ અર્ધાથી અધિક અભંગોમાં ‘નામા મ્હણે’ હોઈ અને કીર્તનસંપ્રદાયના પ્રવર્તક નામદેવે કીર્તનરૂપે કથાનકો જોડ્યાં હોવાનો સંભવ હોઈ દશાવતાર, પ્રહ્લાદચરિત્ર, સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનકો નામદેવે જ કીર્તનદ્વારા ભાવભક્તિના પ્રચાર અર્થે લખ્યાં હોવાં જોઈએ એમ ડૉ. હેમંત વિષ્ણુ ઈનામદારનું માનવું છે (‘સંત નામદેવ', ૧૯૭૦, પૃ. ૧૭૧-૨). ‘સુદામાચરિત્ર'માં તો ‘નામા મ્હણે' એવી જ મુદ્રા છે, ‘વિષ્ણુદાસ નામા'ની નથી. પણ ૧૯૭૦માં મહારાષ્ટ્રના શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય (મુંબઈ) તરફથી ડૉ. સરોજિની બાબરની અધ્યક્ષતા નીચે નામદેવગાથાસમિતિએ પ્રગટ કરેલ ‘નામદેવ ગાથા’માં સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનક આપવામાં આવ્યાં નથી. દાણલીલા – નરસિંહની કાવ્યશક્તિનો સુપેરે પરિચય કરાવતું ૭૮ પંક્તિનું આ કથાકાવ્ય અથવા પ્રસંગકાવ્ય છે, કહો કે વિસ્તરેલું કથનોર્મિકાવ્ય છે. ગાયો ચરાવવા ગયેલા શ્રીકૃષ્ણ રાધાને જુએ છે અને ગો૨સનું દાણ માગે છે અને થોડીક રકઝક પછી રાધાની વિનંતી પરથી વેણુ વગાડીને એનું મન મનાવે છે – એટલા કથાતંતુની મદદથી, દાણલીલાને મિષે, કાવ્યના મધ્યમાં રાધા અને કૃષ્ણના રોમહર્ષણ મિલનનું અને અંતે માધવની પડખે રળિયાત થયેલી રાધાનું અદ્ભુતસુંદર ચિત્ર કવિ આંકી દે છે. કૃષ્ણની દિનચર્યા કવિ ગાતા હોય એમ કાવ્ય ઘરાળુ રીતે આરંભાય છે : જાગો જાગો રે શામળા, જગાવે જશોદા માત, જ! ો રે સહુજન જાગિયા, જાગોને હુએ પ્રભાત...
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy