SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ અધમળ્યા નએણે રે કે અધમળ્યા નએણે, ખંડિત વએણે રે કે ખંડિત વએણે, ખંડિત નએણે વાત કરતાં પુષ્પ ઝરતી પદમની. મુખમકરંદે ભુવન ભારતી વિલસી વીતી શરદની. સુરતસાધના– ‘સુરતસંગ્રામ'નું વર્ણન જીણે ગોવરધન કર ધર્યો તેહને મેં રાખ્યો ઉ૨ ધરી’, ‘કુસુમની પેરે કુચ પર રાખિયો ચારે જામ’, ‘હું હતી જોવનસમે, કુચળ પિયુડાજોગ' એ રીતે થયાં કરે છે. એક કાંઈક જાડી ઉપમા અધરરૂપી ફળ પિયુરૂપી પોપટના મુખમાં મૂકવા અંગેની (‘સૂડલો થઈને શ્રીહરિ અમૃતફળ મુખમાં લીઈ') વારંવાર યોજાઈ છે. “મલણ ખોટું મન વિના’, ‘માહરે તે માણસમાંહે ચાલવું, તુજને તે નહીં ઉચાટ' એવા નર્મ-ઉદ્ગારો ક્યારેક જ વચ્ચે આવે છે, બાકી વાચ્યાર્થ દ્વારા જ કરતી હું કામકલ્લોલ' –એનાં વર્ણનો છે. ગોપી કહે પણ છે : રખે કેહેને જણાવતી વવચારનીએ વાત', વાચ્યાર્થની મદદથી રજૂ થતી વ્યભિચારની વાત ચમત્કૃતિ-રહિત છે, આધ્યાત્મિક અર્થના પ્રતીક તરીકે એને ઉઠાવ મળવાનો તો સંભવ જ રહેવા પામતો નથી. સુદામાચરિત્ર – ભાગવતમાં આલેખાયેલું સુદામાચરિત્ર ગુજરાતીમાં તેમ જ દેશની ઘણી ભાષાઓમાં કાવ્યવિષય બન્યું છે. નરસિંહ નવ પદોમાં સંક્ષેપમાં પણ સુદામાની કથાનાં મુખ્ય મુખ્ય ભાવબિંદુઓને સરસ ઉઠાવ મળી રહે એ રીતે રજૂઆત કરે છે. પહેલામાં સુદામાપત્નીની પતિને દ્વારકા જઈ કૃષ્ણને, એ ‘મિત્ર છે તમતણા' કહી, મળવાની વિનંતી છે. બીજામાં, મિત્ર બાળપણનો સંબંધ ભૂલી પણ ગયો હોય, વળી દબાવીને વાત શી રીતે થઈ શકે? સૌ મને ત્યાં હસશે, ઘેર મૌન બેસી રહેવું સારું; = એ સુદામાનો પ્રતિભાવ છે. ત્રીજામાં ફરી કલાવીને પત્ની કહે છે ઃ તમારે પ્રભુજીની ભક્તિ એ જ આધાર છે, હું જાણું છું. પણ એને ત્યાં સૌ એકસરખાં છે. પ્રીતની રીતે' તમને એ અવશ્ય ભેટશે. સુદામા પલળે છે. કહે છે : મારા વેશનું તો જાણે સમજ્યા. પણ કાંઈ ભેટ તો લઈ જવી જોઈએ ને ? ચોથામાં વળી ગુરુપત્ની એમને ધોતિયાને છેડે માગી આણેલા તાંકૂલ બંધાવતી, શબરીનાં બોર ને વિદુરની ભાજી આરોગનારા ભક્તિવશ પ્રભુ જાણશે થોડે ઘણું' એવો સધિયારો દેતી, એ તો ભક્તિના મન તણો ભાવ જાણે’– તમારે મોઢે ચઢીને માગવાવારો પણ નહીં રહે, તમતમારે જાઓ, મુક્તિપુરી દ્વારકાનો આનંદ તો માણી આવો- કહેતી પ્રેમવિદાય દે છે. પાંચમા પદના આરંભમાં યાત્રિક સુદામાનું આંતરપ્રાસથી સુરેખ ઊપસતું ચિત્ર અને મનોમંથન નરસિંહની શબ્દશક્તિનો ઉત્તમ પરિચય કરાવે છે :
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy