SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટિએ પીવાતું મોહિનીસ્વરૂપ ત્યાં અંતરધાન થઈ ગયું. પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે. અંતરધ્યાન થયો અલબેલો, વાત સહુકોએ જાણી રે.... નરસિંહ મહેતા ૧૩૭ નારીના સૌન્દર્યની આભામાં પરમાત્માની પરમવિભૂતિ જોવાનાં નરવાં નેત્ર ખાસ કરીને બીજામાં એ દર્શન અપૂર્વ નરસિંહ પાસે હતાં. પ્રથમ બે પદમાં સૌન્દર્યથી સાકાર થયું છે. - ૬. પવિત્ર પ્રસંગ – નરસિંહના જીવનનો એક મોટો બનાવ જે એણે સ્વમુખે ગાઈને ચિરસ્મરણીય બનાવ્યો છે તે છે હિરજનોના નિયંત્રણનો સ્વીકાર કરીને તેમને ત્યાં પોતે ગયાનો, ભજન કરી સૌને પ્રસાદ વહેંચ્યાનો અને નાગરી નાતમાં સ્વેચ્છાએ ઉપહાસપાત્ર બન્યાનો. ગિરિ તળાટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય એક વાર એમને હિરજન ભાઈઓ–જેમનામાં દૃઢ હરિભક્તિ હતી તે–મળે છે. અને કહે છે અમારે આંગણે કરો કીરતન.’ પ્રેમપદારથ અમો પામીએ, વામીએ જન્મમરણ જંજાળ. કર જોડતાંમાં કરુણા ઊપજી, મહેતોજી વૈષ્ણવ પરમ દયાળ. પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમષ્ટિને સર્વ સમાન. ગૌમૂત્ર તુલસીવૃક્ષ કરી લીંપજો, એવું વૈષ્ણવે આખું વાદાન. મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ. ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ. ઘેર પધાર્યાં હરિજશ ગાતા, વાતા તાળ ને શંખ મૃદંગ. હસી હસી નાગર તાળીઓ લે છે : આ શા રે બ્રાહ્મણના ઢંગ! મૌન ગ્રહીને મહેતોજી ચાલ્યા, અધવધાને શો ઉત્તર દેઉં? જાગ્યા લોક, નરનારી પૂછે : મહેતાજી તમે એવા શું? નાત ન જાણો ને જાત ન જાણો, ન જાણો કાંઈ વિવેકવિચાર. કર જોડીને કહે નરસૈંયો, વૈષ્ણવતણો મને છે આધાર. ગુજરાતની ભૂમિ ઉપર ગાંધીજીની પહેલાં એક ૫૨મવૈષ્ણવે ઉચ્ચ નાગરી નાતના ઉપહાસનો વિચાર કર્યા વગર જુગજુગથી અવહેલના પામતા હિરજનભાઈઓની પડખે ઊભા રહી તેમને અપનાવ્યાનો પ્રસંગ બન્યો છે એ આપણા
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy