SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ બીજું ગીત સૌન્દર્યનો આનંદ માણવા માટેના જાહેર નિમંત્રણનું છે. પગમાં વારંવાર ચંપાતાં ચીર, મુનિજનનાં કંપાતાં ચિત્ત, કપોલાર લળકતી દામણી, વીજ શી ચળકતી સાળુની કોર-એ ગતિશીલ ચિત્રો, અને બોલચાલની શૈલી “ચંચળદષ્ટ ચોદશ નિહાળતી એ સુંદરીની મૂર્તિને જીવંત કરી દે છે. મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે, ગોરી, તારે ત્રાજૂડે મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે. રૂપ સ્વરૂપ મળ્યું નવ જાયે, મેં તો જાણી છે ઈશ્વરી માયા રે. ચંચળ દષ્ટ ચોદશ નિહાળે, માંહે મદનનો ચાળો રે. નરસૈયાચો સ્વામી જોવા સરીખડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે. આ કૃતિમાં નર્યા સૌન્દર્યના અનુભવનો આનંદ એક જાતના લાડપૂર્વક સરલ નિર્દોષ નિખાલસતાથી ઉદ્ગારતાં નરસિંહની વશીકરણ-વાણીનો નમૂનો આપણને મળે છે. મોહિનીની દષ્ટિ માંહે મદનનો ચાળો’ હોવા છતાં કૃતિ કામુકતાના ચિત્રની બનતી નથી. મોહિની રૂપે હાજર થયેલો નરસિંહનો સ્વામી જોવા સરીખડો' છે, આવો, સૌ આવો, જુઓ, એ સુંદરીનું વદન નિહાળો' – એમ એ નિર્મળ ભાવોદ્રકેથી ગાયે જાય છે. બીજા પદમાં અદ્દભુત રમણીય શબ્દશક્તિથી વ્યંગ્ય દ્વારા જે કહ્યું હતું તે ત્રીજામાં ખુલ્લું કરીને કહ્યું છે : “એ તો નારી નહીં, ગિરધારી રે.. બ્રહ્મા ઈન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે. અંતર હેત પોતાનું જાણી એ તો આવે છે અંતરજામી રે. વ્યભિચાર મૂકી જૂઓ વિચારી, એ તો નરસૈયાચો સ્વામી રે. અહીં આંખમાં મદનનો ચાળો નથી, ચિત્તનો ચાળો છે. વ્યભિચાર મૂકીને છબી જોવાની છે. કહે છે કે અંતર્યામી સ્વયં આ રૂપે પ્રગટ થયા છે, આ નારીસ્વરૂપ ઓળખે તેનો જનમનો ફેરો સફળ થાય. સુંદરીમાં હરિને જોવા, હરિનું મોહિનીસ્વરૂપ જોવું એ નરસિંહની આ અનુભુતિનો મર્મ છે. આવી વૃત્તિનું ઉત્કટરૂપે નરસિંહમાં પ્રગટવું એ જ ચમત્કાર છે, બાકી કોઈ ચમત્કાર છે નહીં. એ સ્ત્રી તો રતનબાઈ હતી. એનો ભાઈ મહેતા પાસે આવીને એમને ઢંઢોળીને કહે પણ છે : જોતા નથી, રતનબાઈ તમને પાણી પાવા કેવી વ્યાકુળ ફરે છે ને તમે તો ભગવાનના મોહિનીરૂપનાં દર્શન કરવા સૌને તેડી રહ્યા છો. હવે પાણી પીઓ તો પીધું તરસ્યા નરસૈયાએ પાણી, પણ દિવ્યદ્રષિત
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy