SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧ દીધા છે દોકડા લીધા છે રોકડા સર્વે કૃષ્ણાર્પણ તમને કીધા. પત્ર વાંચી કરી તર્ત દેજો ગણી, જેમ આપણી આડત જાય ચાલી. પછી હરિને એ વીનવે છે : નકાળજો વણજ મેં કીધો છે, વીઠલા; રાખશો શરમ તો લાજ રહેશે... માહરે મંત્ર તું, જંત્ર તું ત્રીકમા!' દ્વારકામાં તીર્થયાત્રીઓને કોઈ સામળશા શેઠ મળતો નથી. નરસિંહની વિનવણીઓ ચાલુ છે : “પછે શું કૃષ્ણજી, કરો આવી? મેલ મમ નાથને, મ ભર તું બાથને, કાં રે કમળા, તુંને લાજ નાવે? દાસની હાર થશે, લાજ તારી જશે, પછે તુંને વ્હાલાજી, કોણ બારો?” ત્યાં લક્ષ્મીનાથ ઊધડકી ઊઠિયો અને દ્વારકાની બજરે “શેઠ સામળ અમ્યો કહી પૈસા ગણી આપ્યાથોડાક અધિક આપ્યા. પહોંચ લખી આપી : ‘તમ્યો છ શેઠ ને અમ્યો છોં વાણોતર, તમારું ને અમારું છે એક નામ. એક અધિક્ષણ નથી રે તું વેગળો, નરસિયો, નરસિયો, -એક ધ્યાન.” યાત્રિકો પાસેથી બધું જાણ્યું ત્યારે “નરસિયો ફૂલિયો અતિરંગે ઝૂલિયો, આપ્યો પરસાદ ને માળ દીધી.” ૪. હારસમેનાં પદ – જૂનાગઢના રા' મંડલિક પાસે “નરસિંયો લંપટી’ છે એવી વાત પહોંચી. એણે નરસિંહને તેડાવ્યો અને કહ્યું કે તારે શ્રીકૃષ્ણ સાથે પ્રીતિ છે એ વાત તેમના ગળામાંનો હાર તે તને પહેરાવે તો અમે માનીએ. નરસિંહ સારી રાત હરિને વિનવે છે, એની એ વિનવણીની વાણીમાં ક્યાંક મરાઠીની છાંટ પણ આવે છે : “દેવા હમચીવાર કા બધિર હોઈલા? આપુલા ભક્ત કાં વીસરી ગેલા?” ભક્તિ કરતાં, કહેશે, નરસિયો માર્યો, તો ભક્તવચ્છલ તારું બિરુદ જાશે', “અમ્યો ખળભળતાં તમો ખળભળશો', “મૃત્યુને ભે નરસિંયો બીતો નથી, તાહરા દાસનાં ચિત્ત ચળશે.” મામેરા વખતની જેમ ઉપાલંભ, લાડ, ધમકી બધાનો એ ઉપયોગ કરે છે : ‘વિવચારાં શી પ્રીતડી જે સ્ત્રી-રંગ રાતો!” “સાર કર, સામળા, મેલ મન-આંબળા, ઊઠ ગોપાળ રાય, અસૂર થાય; નરસિયાને રે એક હાર આપતાં તાહરા બાપનું શું રે જાયે?” “તૂટશે સ્નેહ ત્રીકમ તાણે, “ગરજ માટે માય-બાપ તે બે ક્ય, શર્વરી રે થોડી રહી, આપ તસ્કર, મુંને શું સંતાપાં?” “આપને હાર કે હવણાં પ્રગટ કરું જેહ કીધું બંસીવટની વાટે', “ઊઠ તું અટપટા, બોલ તું ચટપટા, લંપટા, લાજ તોરી રે જાશે; વ્રજપતિ રંગમાં કેલી-ઘટા કરાં નરસિયાની હારે કોણ જાશે? કપટ કરીને રંગ રાસ રમાડિયા, પછે બાપડાં મૂક્યાં વન રોતાં; ગાય ચારી, કહ્યો મેં ગોવાળ', “કો કહેશે... કુજાત રે... લંડ લંપટ ચાડિયો... નવનીત કેરો ચોર રે;” “ઢાંક મારાં, . ઉઘાડેશ તારાં.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy