SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૨૯ તાલ મૃદંગચંગ વગાડતા સૌ ઊના પહોંચ્યા. તાત, ત્રેવડ નહીં, શીદ આવ્યા તમો હાંસ થાવા?” એમ દુઃખી થતી દીકરીને એ એટલું જ કહે છે ઃ દુઃખ મ કર દીકરી, ગાઓ ગોવિંદ હરિ. - નિર્ધનનો વેવાઈગણ અને તે પણ નાગરની નાત. કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો રે આવ્યો'. નરસિંહ તો મસ્ત છે : ‘ગોપાળજી તમચી ભક્તિ છે દોહ્યલી, પણ તે દાસને સદા સોહ્યલી.' નાહવાનો સમય થયો ત્યારે માત્ર ઊકળતું પાણી આપીને વેવાઈએ કહ્યું કે તમને તો ભગવાન ઉમેરવાનું ઠંડું પાણી આપશે. ભગતે મલ્હાર ગાયો. ત્યાં તો થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્યું. વાય છે વાવડો, વીજ ચમકા કરે...', અને ચૈત્ર સુદ દ્વાદશી મેઘઘટા ચડી, ગડગડીને કૂંડી માંહે વૂઠો'. વેવાઈપક્ષને ભક્તિની પ્રતીતિ થઈ. નરસિંહે દીકરીને પહેરામણીની વસ્તુઓની યાદી કરાવી લાવવા કહ્યું. દીકરી યાદીનો કાગળ આપતાં આંખ પાણી ભરી વાણી ભાખી : સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું સીમંત માહરે શીદ આવ્યું?” નરસિંહ ભગવાનને વીનવે છે એમાં નર્મમર્મ લાડ રીસ ડારો એ બધું પ્રગટ થાય છે : ઊઠ રે જાદવા, જાઉં કેમે જાચવા ? તાહરી ભક્તિ તાં કોણ કરશે? પુત્રી છે તાહરી, નાત છે માહરી.' રાધિકાને કહે છે, “ક્ષણ એક નાથને બાથ અળગી કરો' અને પછી એને ઉઘાડી પાડવાની ધમકી પણ આપે છે, મેલ મમ નાથને, નીકળશે કાદવ કોઠી ધોતાં'. ત્યાં ઊધડકી ઊઠિયો વેગે વિઠ્ઠલ હરિ, ગરુડ ક્યાં? ગરુડ કયાં? વત વાણી'. ભક્તે પ્રભુને પ્રેમને તાંતણે આણ્યો તાણી.’ નરસિંહને હાથ ગ્રહી નાથે ઉર સાથ લીધો'. પુત્રીને પિતાએ કહ્યું : “આપણો શેઠ લક્ષ્મી સહિત આવિયો, નામ પરસિદ્ધ દામોદર દોશી.' સૌ સગાંસંબંધી આડોશીપાડોશી ગોરાણી જોશી' સૌને પહેરામણી કરી અને શાંત કીધી ઓલી ઘરડી ડોશી’. શેઠાણી મસ્તક હાથ મૂકીને' પૂછે છે : આવડી દૂબળી કેમ કરી ીકરી? કહે વારુ તને દુઃખ શું છે?” –એ એક સુંદર સ્વભાવોક્તિ છે. ‘સિતવદને હિર ઓચર્યા... આવતાં વાર લાગી રે કાંઈ અમને. એટલું તમ્યો અમ ક્ષમા રે કરજો.' - ૩. હૂંડી – જૂનાગઢના નાગરોએ તીર્થયાત્રીઓને દ્વારકાની હૂંડી મેળવવા માટે મજાકમાં નરસિંહ પાસે ધકેલ્યા એમાંથી હૂંડીનો પ્રસંગ થયો. નરસિંહ રૂપિયા સાતસો ગણી લઈ, ‘હુડિયામણ મારે નામ છે હિરતણું' કરતોક લાંબી લેખણે સામળશા પર હૂંડી લખો આપે છે :
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy