SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ આદર થાય છે અને ભક્તિ સાહિત્યસર્જનની મુખ્ય પ્રેરણા બની રહે છે એવું દશ્ય જોવા મળતું નથી. ગ્રિયર્સન જેવા તો બૌદ્ધધર્મના આંદોલન કરતાં પણ આ ભક્તિઆંદોલનને વધારે વ્યાપક અને વિશાળ લેખે છે કેમ કે આ આંદોલનનો પ્રભાવ હજી આજે પણ વરતાય છે. ગ્રિયર્સને કહે છે કે આ આંદોલનમાં ધર્મ એ જ્ઞાનનો નહીં પણ ભાવાવેશનો વિષય બને છે. અને તેને પ્રવર્તાવનારાઓ તે કાશીના પ્રકાંડ પંડિતો નથી પણ યુરોપના સેઈન્ટ બર્નાર્ડ, ટોમસ-ઈ-કેમ્પિસ અને સેઈન્ટ ટેરેસા જેવાં સાથે જેમની તુલના થઈ શકે એવાં પૃથનો છે. વળી તેઓ કહે છે કે વીજળીના ઝબકારની પેઠે તમામ પુરાણા ધાર્મિક મતોની ઉપર આ એક નવી વસ્તુએ દેખા દીધી અને એ ક્યાંથી પ્રગટી તે નિશ્ચિતપણે કોઈ કહી શકતું નથી. ગોવર્ધનરામ ત્રિપાઠીએ પહેલી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં ગુજરાતના ભક્તિવાડ્મયની ‘આ મૂળ દીવીઓમાં, કોઈપણ અન્ય જ્યોતિના પ્રભાવથી જ્વાલાઓ પ્રકટી હોવી જોઈએ એ વિચાર આગળ ધર્યો હતો. આનંદશંકર ધ્રુવ પણ ભક્તિની એ જ્વાળાઓ ક્યાંથી ફૂટી એની તપાસમાં, મુખ્યત્વે નરસિંહના જીવનસમયના નિર્ણયને અંગે, ગૂંથાય છે અને ચૈતન્યસંપ્રદાય સાથે અથવા તો ભવિષ્યોત્તર પુરાણ સાથે નરસિંહમાં આવતાં રાધાની સખીઓનાં નામોનો સંબંધ વિચારે છે. સવાલ આ કે તે કવિઓની કવિતામાં આ કે તે વિગતો કેવી રીતે આવી એટલો નથી, રામાનુજ, વલ્લભાચાર્ય, ચૈતન્ય – એ ભક્તિમાર્ગપ્રવર્તકો મધ્યકાળમાં કયાં સાંસ્કૃતિક પરિબળોને પરિણામે પ્રગટ્યા અને અનેક કવિકંઠોને ગાતા કરનાર વ્યક્તિને ચાલના મળી તે છે. ગ્રિયર્સને ખ્રિસ્તી ધર્મના પ્રભાવની વાત કરી છે. અનુમાન એ છે કે તામિલનાડુમાં બીજી ત્રીજી સદીમાં આવી વસેલા ખ્રિસ્તીઓના સમાજની પ્રપનભાવભરી ભક્તિચર્યાનો પ્રભાવ રામાનુજ પર પડ્યો હોય. એક ઈતિહાસકારે હિજરી સનના આરંભમાં શંકરાચાર્યના વતન કાલડીમાં મુસલમાનોના આવવાનો અને ત્યાંનો રાજા મુસલમાન થયાનો પ્રભાવ શંકરાચાર્યના અદ્વૈતવાદ ઉપર પડેલો માન્યો છે. પણ અદ્વૈતવાદની-બ્રહ્મ એક છે એ વાતની ઉપનિષદોમાં, અને વેદમાં પણ સદ્ વિપ્ર વદૂધા વન્તિ – સત્ય એક છે, અનુભવી સુશો એને જુદી જુદી રીતે વર્ણવે છે- જેવાં વાક્યોમાં, ભારપૂર્વક સ્થાપના થયેલી છે તેનું શું? ભક્તિચર્યા પણ ભારતીય સમાજમાં ખૂબ ખીલેલી હતી. દા.ત. ગીતા સર્વસમર્પણભાવથી અનન્યભાવે ભક્તિ કરવા કહે છે. ભક્તિમાર્ગમાં વ્યક્તિનો પરમાત્મા સાથેનો અંગત સંબંધ ગૃહીત છે. આત્મીય દેવ પર્સનલ ગૉડ)ની એ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy