SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ છોડી દીધો છે. નળની વિરહાવસ્થાનું વર્ણન “નલાયન કારે આ સ્થળે એક શ્લોકમાં પતંગિયું, ભમરો, હાથી વગેરેનાં ઉદાહરણ આપી કર્યું છે, તો નયસુંદરે તે માટે આઠ કડી પ્રયોજી છે, જુઓ - એ મદન રંગે મોહિયા, પ્રાણી ત્યજે નિજ પ્રાણ, જે પંડિતા ગુણમંડિતા, ક્ષણ થાય તેહ અજાણ, પડતાં રે અમદાજાળમાં જળજંતુ ને શિંગાળા, અતિ પીવરા જે ધીવરા, તેણું પડે તતકાળ, ઈન્દ્રિ એકેકી મોકળે, પ્રાણી લહે દુઃખ દેખિ, આલાન બંધનિ જગ પડ્યો, લોલુપી સપર્શ વિશેષ. ઈમ એકે આચર્યા, વિષય દેય પંચત્વ, પાંચે પરગટ પરવશે, કિમ સુખે રહેશો સત્ત્વ. હંસ નળની કીર્તિનું વર્ણન કરે છે તે પ્રસંગનું નિરૂપણ કરતાં કવિ નયસુંદર પોતાની કલ્પના પ્રમાણે ઉમેરો કરે છે. બારેક કડીમાં કરેલા એ વર્ણનમાંથી થોડીક પંક્તિ જુઓ : તવ કરતિ કન્યા જગમાંહી, રાજન ખેલ કરે ઉચ્છહિ, ક્રીડા ભૂમિ હિમાચલ કર્યા, પૂર્ણચન્દ્ર કંદુક કર ધર્યા. ખડોખલિ ખીરોધદિ તાસ, શિકયા દિગ્ગજ દંતનિવાસ, ઓઢણિ સુરગંગા શશિમુખી, ગોદેવી તેહની પ્રિય સખી. એ જ હંસ દમયંતી આગળ નળની કીર્તિની પ્રશંસા કરે છે તે પ્રસંગના નિરૂપણમાં કવિની ઉચ્ચ કવિત્વશક્તિની આપણને પ્રતીતિ થાય છે - નિર્મળ નળ-કીરતિની તુલા નાવિ શશિ સંપૂરણ કલા. તે ભણી મૃગ કલંક સો વહી, એ ઉપમા કારણ કવિ કહિ, નલનૃપ શત્રુતણા આવાસ, પડ્યા ભૂમિ તેણિ ઉગ્યા ઘાસ, તે ચરિવા મૃગ આવે સોઈ, તો શશિ નલકરતિ સમ હોય. એકંદરે સંક્ષિપ્ત ભાવાનુવાદ તરીકે વિચારીએ તો બાણભટ્ટની કાદંબરીના ભાલણે કરેલા અનુવાદની યાદ અપાવે એવો, બલકે એથી પણ વિશેષ સમર્થ આ અનુવાદ છે. આ રાસમાં નયસુંદરની પોતાની તરી આવતી વિશિષ્ટતા એ છે કે એમણે સ્થળે સ્થળે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી, હિંદી, ફારસી સુભાષિતો મૂક્યાં છે, અને એમાંનાં કેટલાંકનો ગુજરાતી પદ્યાનુવાદ પણ આપ્યો છે. એ સુભાષિતો પણ કવિની વિદ્વત્તાની પ્રતીતિ કરાવે એવાં છે. કવિ પાસે જેમ ઉચ્ચ અનુવાદશક્તિ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy